Social Distancingનો ગુજરાતનો આ પ્રયોગ આખા દેશમાં વખાણાઈ રહ્યો છે

સમગ્ર દુનિયામાં હાલ મહામારી કોરોના વાયરસ (corona virus) ના પ્રકોપથી બધા પીડિત છે. દુનિયાભરમાં અત્યાર સુધી 18 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. આવામાં પીએમ મોદી તરફથી સોશિયલ ડિસ્ટેન્સિંગને પ્રોત્સાહન આપવાનુ અભિયાન શરૂ કરાયુ છે. આવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગ (Social Distancing) ની અનોખી પહેલ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. આ તસવીર વડોદરા શહેરની છે. જ્યાં એક દુકાનની બહાર કેટલાક લોકો ઉભેલા દેખાય છે. લોકો એકબીજાથી યોગ્ય અંતર જાળવીને ઉભા છે. સાથે જ જમીન પર કેટલાક વર્તુળ બનાવવામાં આવ્યા છે, જેના પર લોકો ઉભા રહ્યાં છે. લોકો દુકાનમાં જવાનો પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈને ઉભા છે. 
Social Distancingનો ગુજરાતનો આ પ્રયોગ આખા દેશમાં વખાણાઈ રહ્યો છે

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દુનિયામાં હાલ મહામારી કોરોના વાયરસ (corona virus) ના પ્રકોપથી બધા પીડિત છે. દુનિયાભરમાં અત્યાર સુધી 18 હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોતના સમાચાર આવ્યા છે. તો ભારતમાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે. આવામાં પીએમ મોદી તરફથી સોશિયલ ડિસ્ટેન્સિંગને પ્રોત્સાહન આપવાનુ અભિયાન શરૂ કરાયુ છે. આવામાં સોશિયલ ડિસ્ટેન્સિંગ (Social Distancing) ની અનોખી પહેલ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે. આ તસવીર વડોદરા શહેરની છે. જ્યાં એક દુકાનની બહાર કેટલાક લોકો ઉભેલા દેખાય છે. લોકો એકબીજાથી યોગ્ય અંતર જાળવીને ઉભા છે. સાથે જ જમીન પર કેટલાક વર્તુળ બનાવવામાં આવ્યા છે, જેના પર લોકો ઉભા રહ્યાં છે. લોકો દુકાનમાં જવાનો પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોઈને ઉભા છે. 

કનિકાએ ત્રીજીવાર કરાવ્યો કોરોનાનો ટેસ્ટ, ચોંકાવનારો છે નવો રિપોર્ટ

વડોદરામાં પોલીસની આ સરાહનીય કામગીરી હાલ રસ્તા પર જોવા મળી રહી છે. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર્સની દુકાનની બહાર ગોળ ચકેડા દોરવામાં આવ્યા છે. એક મીટરના અંતરમાં ગોળ ચકેડા દોરવામાં આવ્યા છે. આ માધ્યથી વડોદરા પોલીસ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનો મતલબ સમજાવી રહી છે. તો બીજી તરફ, લોકોએ પણ પોલીસની આ કામગીરીની ભરપેટ પ્રશંસા કરી છે. હાલ લોકડાઉનને કારણે મેડિકલ સ્ટોર્સની દુકાનોમાં ભીડ વધેલી જોવા મળે છે. જેથી વડોદરા પોલીસે આ અભિગમ અપનાવ્યો છે. લોકો એક મીટરના અંતરે લાઈનમાં ઉભા રહ્યાં છે. 

આ ઉપરાંત કચ્છના મુન્દ્રા વિસ્તારનો પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં લોકો એક રિટેલ સ્ટોરની બહાર આવી રીતે ઉભેલા જોવા મળ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના ભારતમાં વધી રહેલા પ્રકોપને જોતા પીએમ મોદીએ 21 દિવસ સુધી લોકડાઉનનો નિર્ણય લીધો છે. આ નિયમ હવે લાગુ થઈ ચૂક્યો છે. આ પહેલા જનત કરફ્યૂના દિવસે પીએમએ સોશિયલ ડિસ્ટેન્ટિંગને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news