રમજાનમાં કોરોના વકરે નહિ તે માટે સુરતમાં કરાયું આગોતરા પ્લાનિંગ
રાજ્યમાં કોરોનાના કુલ કેસ મામલે અમદાવાદ બાદ સુરત (surat) બીજા નંબરે આવે છે. સુરતમા કેસનો આંકડો 445 પર પહોંચી ગયો છે. હાલ સુરતમાં કરફ્યૂ છે. ત્યારે શક્યત તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યાં છે, જેથી કોરોના (Coronavirus) હોટસ્પોટ વિસ્તારમાંથી વકરે નહિ. આવામાં હવે રમજાનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરત તંત્ર દ્વારા કોઈ મુસીબતો ન વધે તે માટે આગોતરા પ્લાનિંગ કરવામા આવી રહ્યાં છે. સુરતમાં રમજાનને લઈને આજે મહત્વની મીટિંગ યોજાઈ હતી. IMA અને મુસ્લિમ તબીબ સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં લોકોને ઘરમાં જ નમાજ પડવા અપીલ કરાઈ છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત :રાજ્યમાં કોરોનાના કુલ કેસ મામલે અમદાવાદ બાદ સુરત (surat) બીજા નંબરે આવે છે. સુરતમા કેસનો આંકડો 445 પર પહોંચી ગયો છે. હાલ સુરતમાં કરફ્યૂ છે. ત્યારે શક્યત તમામ પગલા તંત્ર દ્વારા લેવામાં આવી રહ્યાં છે, જેથી કોરોના (Coronavirus) હોટસ્પોટ વિસ્તારમાંથી વકરે નહિ. આવામાં હવે રમજાનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે સુરત તંત્ર દ્વારા કોઈ મુસીબતો ન વધે તે માટે આગોતરા પ્લાનિંગ કરવામા આવી રહ્યાં છે. સુરતમાં રમજાનને લઈને આજે મહત્વની મીટિંગ યોજાઈ હતી. IMA અને મુસ્લિમ તબીબ સાથે મીટીંગ યોજાઈ હતી. જેમાં લોકોને ઘરમાં જ નમાજ પડવા અપીલ કરાઈ છે.
કોરોનાને લઈ ગુજરાત માટે ગંભીર સમાચાર, કેટલાક hotspots એડવાન્સ સ્ટેજમાં પહોંચ્યા
આસિસ્ટન્ટ કમિશનરના ડ્રાયવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કતારગામ ઝોનના આસિસ્ટન્ટ કમિશનર આર.એમ.ગામીતના ડ્રાયવરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડ્રાઈવરનો રિપોર્ટ પોઝિટિવ આવતા આસિસ્ટન્ટ કમિશનરને હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે. તેમજ ડ્રાઈવરના પરિવારને પણ ક્વોરેન્ટાઇન કરાયા છે. આ ઘટનાથી પાલિકા તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ધીરે ધીરે સુરતના ઝુંપડપટ્ટી વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. તેથી તંત્ર દ્વારા વધુમાં વધુ ટેસ્ટ કરી લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ ડોલ લઈ શાકભાજી લેવા નીકળી સુરતમાં મહિલાઓ આજે શાકભાજી લેવા માટે ડોલ લઈને જોવા મળી હતી. સરકારની ગાઈડ લાઇન મુજબ સુરતી લોકો હવે પાલન કરી રહ્યા છે. શાકભાજી વેચનાર વિક્રેતાના પોઝિટિવ કેસો આવતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો હતો. તેથી હવે સુરતમાં મહિલાઓ શાકભાજી લેવા માટે ડોલનો ઉપયોગ કરી રહ્યાં છે.
corona updates: 152 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોનાના કુલ 2559 કેસ થયા
સુરતમાં માન દરવાજા વિસ્તારમાં સૌથી વધુ પોઝિટિવ દર્દી સામે આવ્યા છે. સુરતના 445 કેસમાંથી 100 થી વધુ દર્દીઓ આ વિસ્તારના જ છે. આ વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન તથા કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. અહીંના વિસ્તારમાં ફરજ બજાવતા હોમગાર્ડને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હોમગાર્ડના સંક્રમણમાં આવેલ તમામ લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે