ઊંચા મૃત્યુદરને લઈને રાહુલ ગાંધીએ રૂપાણી સરકાર પર સાધ્યું નિશાન, આંકડા બતાવીને કહ્યું કે...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાહુલ ગાંધી (Rahul Gandhi)એ પોતાની ટ્વિટમાં ગુજરાત સરકાર (Gujarat government) પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આજે પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, COVID-19 માં મૃત્યુદર. ગુજરાતમાં 6.25 ટકા, મહારાષ્ટ્ર 3.73 ટકા, રાજસ્થાન 2.32 ટકા, પંજાબ 2.17 ટકા, પોંડિચેરી 1.98 ટકા, ઝારખંડ 0.5 ટકા, છત્તીસગઢ 0.35 ટકા. ગુજરાત મોડલ ઉજાગર....
શિક્ષણ બોર્ડની ઘોર બેદરકારી, ધોરણ 12માં તમામ વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીને 2માં ગેરહાજર બતાવાયો
ગુજરાત કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં ચોથા સ્થાન પર છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી ક્રમશ પહેલા, બીજા અને ત્રીજા સ્થાન પર છે. જોકે, COVID-19 ના દર્દીઓના મોતના મામલે ગુજરાત ટોચ પર છે. ગુજરાતમાં મૃત્યુદર નેશનલની સરખામણીમાં (2.86 ટકા) એટલે બમણાથી વધુ છે.
સ્વાસ્થય મંત્રાલય (Health Ministry) ના આંકડા અનુસાર, ગુજરાતમાં કોરોનાના 24104 કેસ અત્યાર સુધી નોંધાયેલા છે. જ્યારે કે મૃતકોની સંખ્યા 1500 ને પાર ગઈ છે. ગત કેટલાક મહિનાથી ગુજરાતમાં અંદાજે 400 નવા કેસ રોજેરોજ આવી રહ્યાં છે.
સ્વાસ્થય મંત્રાલય તરફથી મંગળવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા કુલ 343091 થઈ ગઈ છે. તેમજ અત્યાર સુધી 9900 દર્દીઓના મોત નિપજ્યાં છે. તો ગત 24 કલાકમાં કોરોનાના 10667 નવા કેસ નોંધાયા છે. તેમજ 380 લોકોના જીવ ગયા છ. જોકે, રાહતના સમાચાર એ છે કે, 180013 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ નિવડ્યાં છે. રિકવરી રેટ 52.46 ટકા પર પહોંચી ગયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે