કોંગ્રેસના નેતાનું ભડકાઉ ભાષણ : મુસ્લિમ સમાજનો કટ્ટર વ્યક્તિ કેવી રીતે ભાજપમાં જોડાઈ શકે...?
પાટણમાં કોંગ્રેસના નેતના ભડકાઉ ભાષણથી રાજકારણ ગરમાયું છે. રાધનપુરમાં કોંગ્રેસના નેતાઓ એક બાદ એક વિવાદિત ભાષણો કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લાગણીઓ દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. રાધનપુર વોર્ડ નંબર 5 માં ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર પ્રહાર કરતું ભાષણ આપ્યું હતું. પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ધર્મના નામે રાજકારણ ગરમાયું છે.
Trending Photos
Hindu Muslim Politics In Radhanpur : પાટણમાં કોંગ્રેસના નેતના ભડકાઉ ભાષણથી રાજકારણ ગરમાયું છે. રાધનપુરમાં કોંગ્રેસના નેતાઓ એક બાદ એક વિવાદિત ભાષણો કરી રહ્યાં છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે લાગણીઓ દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. રાધનપુર વોર્ડ નંબર 5 માં ભાજપના મુસ્લિમ ઉમેદવારો પર પ્રહાર કરતું ભાષણ આપ્યું હતું. પાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ધર્મના નામે રાજકારણ ગરમાયું છે.
ગ્યાસુદ્દીન શેખનો વાણી વિલાસ
રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ભાષણમાં ભાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે. રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનું કટ્ટરવાદના નામે વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની જાહેરસભા યોજાઈ હતી. જેમાં ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું કે, ભાજપ મુસ્લિમ સમાજ સામે નફરતની રાજનીતિ કરી રહ્યું છે. ભાજપ સરકાર મુસ્લિમ સમાજ વિરુદ્ધ નફરતનો માહોલ ઉભો કરે છે. મુસ્લિમ સમાજનો કટ્ટર વ્યક્તિ કેવી રીતે ભાજપમાં કેવી રીતે જોડાઈ શકે...?
ભાજપ મુસ્લિમ સમાજની દરગાહો, મસ્જિદોને ટાર્ગેટ બનાવી રહી છે.
આમ, પાટણ જિલ્લાના રાધનપુરમાં નાગર પાલિકાની ચૂંટણીમાં હિન્દુ-મુસ્લિમ મુદ્દો આવતા માહોલ ગરમાયો છે. તો બીજી તરફ, રાધનપુરમાં ભાજપના જ મુસ્લિમ નેતાએ ગ્યાસુદ્દીન શેખના આ નિવેદનને વખોડ્યું છે. રાધનપુર નગર પાલિકાના વોર્ડ નંબર 5 ના ઉમેદવાર ગુલામ રસુલનું નિવેદન સામે આવ્યું છે.
રાધનપુરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહીયે છીએ અમને શાંતિથી રહેવા દો
ગુલામ રસૂલ ઘાંચીએ કહ્યું કે, રાધનપુરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહીએ છીએ. અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ મુસ્લિમ વિસ્તારોમાં ભડકાઉ ભાષણ આપે છે અને મુસ્લીમોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આજની તારીખમાં ભાજપ દ્વારા પાલિકામાં 7 ટિકિટો આપવામાં આવી છે. ગ્યાસુદ્દીન શેખનું કહેવું છે કે મુસ્લીમ લોકોએ ભાજપના બેનર પર ચૂંટણી લડવી ન જોઈએ. તો અમારો સવાલ છે કે કેમ ચૂંટણી ન લડવી જોઈએ. તમને ટિકિટ મળે તો ત્રણ વાર નહિ સાત વખત ચૂંટણી લડો તેમ છો. તમેં તકવાદીઓ છો. રાધનપુરમાં તમારી ક્યાં જરૂર છે. પાયાના ઉમેદવારો સહીત સ્થાનિક આગેવાનોને કયારે મળ્યા છો ખરા. તમે પાંચ આગેવાનોને મળીને નીકળી જાઓ છો. આવો અમારી પાસે અમારી વેદના જાણો તમે. ભાજપે તમામનો વિકાસ કર્યો છે. રાધનપુરમાં 200 મકાનો મુસ્લિમોને પ્રધાનમંત્રી યોજનામાં મળ્યા છે તે તમે જોયું છે. તમે રાધનપુરમાં ભડકાઉ ભાષણ આપી જતા રહો તે વ્યાજબી નથી. ગ્યાસુદીન શેખને વિનંતી છે કે અમે રાધનપુરમાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહીયે છીએ અમને શાંતિથી રહેવા દો.
રાધનપુરમાં કોંગ્રેસનો પ્રચાર
રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના 7 વોર્ડના 28 ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં જંગી જાહેરસભા યોજાઈ હતી. સભામાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર ગંભીર આરોપો મૂક્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી રાધનપુરમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સરકારે નિયુક્ત કરેલા વહીવટદારો દ્વારા શહેરનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે. આ વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું કામ કર્યું છે. જેના કારણે સામાન્ય નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે.તેમણે વધુમાં કહ્યું કે નગર એટલે જ્યાં નળ, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સારી હોય, પરંતુ રાધનપુરમાં આ સુવિધાઓની સ્થિતિ દયનીય છે. મોંઘવારીના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે