1992ના રમખાણ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા સુરતના કોર્પોરેટરની થઈ ધરપકડ

સુરત (surat) માં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમ જેલમાં ધકેલાયા છે. મનપાના કોંગ્રેસના દંડક ઇકબાલ બેલીમ (Iqbal Bailim) 1992ના રમખાણ કેસ (1992 riots) માં વારંવાર કોર્ટનું વોરન્ટ છતાં હાજર થતાં ન હતાં. આખરે કોર્ટે નોન બેલેબલ વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. પોલીસે ઈકબાલ બેલીમની ધરપકડ કરતાં લાજપોર જેલમાં મોકલાયા છે. 
1992ના રમખાણ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા સુરતના કોર્પોરેટરની થઈ ધરપકડ

ઝી મીડિયા/સુરત :સુરત (surat) માં કોંગ્રેસના કોર્પોરેટર ઈકબાલ બેલીમ જેલમાં ધકેલાયા છે. મનપાના કોંગ્રેસના દંડક ઇકબાલ બેલીમ (Iqbal Bailim) 1992ના રમખાણ કેસ (1992 riots) માં વારંવાર કોર્ટનું વોરન્ટ છતાં હાજર થતાં ન હતાં. આખરે કોર્ટે નોન બેલેબલ વોરન્ટ ઈશ્યુ કર્યું હતું. પોલીસે ઈકબાલ બેલીમની ધરપકડ કરતાં લાજપોર જેલમાં મોકલાયા છે. 

પ્રવાસીઓએ કચ્છના રણ તરફથી મોઢું ફેરવી લીધું, કારણ છે ચોંકાવનારું

ઈકબાલ બેલીમ સુરતના કોર્પોરેટરના છે અને મહાનગરપાલિકામાં દંડક તરીકેની ફરજ બજાવે છે. કોર્ટ દ્વારા ઈકબાલ બેલીમને વારંવાર આદેશ આપવામાં આવતો હતો, તેમ છતા ઈકબાલ બેલીમ કોર્ટમાં હાજર રહેતા ન હતા. આખરે તેમની સામે સુરત કોર્ટે આકરુ વલણ દાખવ્યું હતું. ઈકબાલ બેલીમ વિરુદ્ધ નોન બેલેબલ વોરન્ટ ઈશ્યુ કરાયું હતું. જેના આધારે સુરત પોલીસે બેલીમની ધરપકડ કરી હતી. હાલ બેલીમને લાજપોર જેલમાં મોકલી દેવાયા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news