6.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, જુઓ નવા વર્ષમાં કેવી ઠંડી રહેશે
રાજ્યમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ગઈકાલે 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે જનજીવન પર સીધી અસર પડી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જેમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ગાંધીનગરનો પારો 6.2 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો નલિયા 6.4 ડિગ્રી પર છે.
Trending Photos
ગુજરાત : રાજ્યમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધી રહ્યું છે. ગઈકાલે 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે જનજીવન પર સીધી અસર પડી છે. લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ઘરમાં જ રહેવાનું પસંદ કરી રહ્યાં છે. રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. જેમાં ગુજરાતનું પાટનગર ગાંધીનગર સૌથી વધુ ઠંડુગાર બન્યું છે. ગાંધીનગરનો પારો 6.2 ડિગ્રીએ પહોંચી ગયો છે, તો નલિયા 6.4 ડિગ્રી પર છે.
ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહ્યા છે ડુંગળી-લસણ-બટાકાના ભાવ
કેવુ રહેશે હવામાન
હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન આગામી દિવસોમાં હજી ગગડી શકે છે. આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી આવી શકે છે. ત્યારે લોકોએ આ બાબતને નોંધ લેવી. હવામાન વિભાગના અનુસાર, 3 જાન્યુઆરી સુધી આવી રીતે જ ઠંડી હવાઓ ચાલવાની આશા છે. તો 29 અને 30 ડિસેમ્બર તથા 2 અને 3 જાન્યુઆરીએ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. 29 ડિસેમ્બર પર તો કેટલાક સ્થળોએ શીત લહેરની પણ શક્યતા છે. આવામાં 3 જાન્યુઆરીએ દિલ્હીનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
ગુજરાતનું આ મંદિર ભક્તોએ ચઢાવેલા ફૂલોમાંથી કરશે કમાણી, Pics
રાજ્યમાં ફરી ગગડ્યો તાપમાનનો પારો
વડોદરામાં 7.2 ડિગ્રી
ડીસામાં 7.8 ડિગ્રી
અમદાવાદમાં 9.3 ડિગ્રી
નલિયામાં લઘુત્તમ 6 ડિગ્રી
સુરતમાં 12.4 ડિગ્રી
રાજકોટમાં 12 ડિગ્રી
ગાંધીનગરમાં 7.6 ડિગ્રી
Photos: દીવ જતા આ વાતનું ધ્યાન જરૂર રાખો, નહિ તો પસ્તાવાનો વારો આવશે
આગામી દિવસોમાં હજી ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ છે. ભારે ઠંડીને પગલે એકબાજુ વહેલી સવારે મૉર્નિંગ વોક કરનારાઓની સંખ્યા ગાર્ડનમાં વધી ગઇ છે. તો બીજી બાજુ ભારે ઠંડીને પગલે વહેલી સવારે ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. હજી આગામી ચાર દિવસ સુધી ઠંડીનો પારો ગગડે તેવી શકયતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લીધે ગુજરાતની ઠંડીમાં પણ વધારો થવા પામ્યો છે.
Photos: વિશ્વની યુનિક ફેમિલીનું બિરુદ તો ભારતના આ જ પરિવારને મળવુ જોઈએ
પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર દિશામાંથી ઠંડી હવા દિલ્હી અને આગળના રાજ્યોમાં દસ્તક આપી રહી છે. જેને કારણે શુક્રવારે મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. આવો જ માહોલ નવા વર્ષની શરૂઆતમાં પણ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે