સુરતની એક વાનગી લોકોના દાઢે એવી વળગી કે તેનું વળગણ છૂટતુ નથી, લોકો શોધતા આવે છે

Surat Famous Food : સુરતમાં આવો અને ઈદડા સેન્ડવિચ ન ચાખો તે કેમ બને... હાલ સુરતની આ રેસિપીને લોકો બહુ જ પસંદ કરી રહ્યાં છે... ક્યાં ક્યાંથી લોકો તેને ખાવા આવી રહ્યાં છે 
 

સુરતની એક વાનગી લોકોના દાઢે એવી વળગી કે તેનું વળગણ છૂટતુ નથી, લોકો શોધતા આવે છે

Surat Street Food : સુરતનું જમણ અને કાશીનુ મરણ. આ કહેવત અમસ્તી જ ફેમસ નથી. સુરતનું જમણ એકવાર ચાખી લો, એટલે તમને સાતે ભવ તેનો સ્વાદ યાદ રહી જાય. સુરતના પાણીમાં જ એવું છે કે, અહીંની વાનગીઓમાં સ્વાદ આવે છે. ત્યારે સુરતની વધુ એક વાનગી લોકોના દાઢે વળગી છે. આ વાનગીને ખાવા લોકો સરનામું પૂછતા પૂછતા આવે છે. આ વાનગી લોકોના દાઢે એવી વળગી છે કે તેનું વળગણ છૂટતુ નથી.

અવનવી વાનગીઓ માટે પ્રખ્યાત સુરતમાં વધુ એક વાનગી પોપ્યુલર બની છે. ચીઝ ઈદડા સેન્ડવિચ. હાલ આ રેસિપી સુરતીઓની ફેવરીટ રેસિપી બની છે. જે સુરતના 60 વર્ષ જૂના ખમણ હાઉસમાં ખાસ વાનગી ક્રિએટ કરીને બનાવવામાં આવી છે. અનોખી રેસિપીને કારણે પ્રખ્યાત થયેલી વાનગીને ખાવા દૂરદૂરથી લોકો આવે છે. બધા શોધતા શોધતા આ વાનગીને ખાવા આવે છે. 

સુરતના વરાછા વિસ્તારમાં ચાર પેઢીનો ધંધો આગળ વધારતા હેમુબહેન કહે છે કે, આ ચાર પેઢીથી ચાલતો અમારો ધંધો છે. આ વસ્તુ બનાવવા અમને 10 વર્ષ લાગ્યા. ચીઝ બટર ઈદડા સેન્ડવિચ અમારી સ્પેશિયાલિસટી છે. ઈદડામાં ખાસ પ્રકારની સામગ્રી નાંખીને ચટણી બનાવવામા આવે છે. 

આ વાનગી ચટણી વગર અધૂરી છે. જેમાં ચટણી પણ ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. એકવાર આ ચીઝ ઈદડા સેન્ડવિચ ખાશો તો જિંદગીભર તેનો સ્વાદ નહિ ભૂલો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news