રાજ્યમાં ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા, સોમવારે વધુ 3 બાળકોના મોત, કુલ મૃત્યુઆંક 34 પર પહોંચ્યો

Chandipura Virus Outbreak: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. ગુજરાતમાં ચાંદીપુરાના કેસની સંખ્યા 84 સુધી પહોંચી ગઈ છે. આજે અમદાવાદ અને કચ્છમાં પણ નવા કેસ નોંધાયા છે. તો આ વાયરસને કારણે ત્રણ બાળકોના મોત થયા છે. 
 

રાજ્યમાં ચાંદીપુરા વાયરસે વધારી ચિંતા, સોમવારે વધુ 3 બાળકોના મોત, કુલ મૃત્યુઆંક 34 પર પહોંચ્યો

અમદાવાદઃ  રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.. સોમવારે ચાંદીપુરા વાયરસથી વધુ 3 બાળકોના મોત નીપજ્યા.. એક સમય હતો જ્યારે આવી પરિસ્થિતિ કોરોનામાં પણ હતી.. ચિંતા એ છેકે, શું ગુજરાતમાં કોરોનાની જેમ ચાંદીપુરા વાયરસ પણ બેકાબૂ થતો જશે?? શું ચાંદીપુરા વાયરસના સંક્રમણ અને મોતના આંકડાને રોકવા તંત્ર કોઈ નક્કર કામગીરી કરશે??

રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે.. ચાંદીપુરા વાયરસના કારણે રાજ્યમાં વધુ ત્રણ બાળકનાં મોત થઈ ગયાં છે.. એમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા સુરતમાં 1-1 બાળકનાં મોત થઈ ગયાં છે.. આ સાથે જ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે..

ચાંદીપુરા વાયરસના કારણે માત્ર બનાસકાંઠામાં જ બે દિવસમાં 3 બાળકોના મોત નિપજ્યા છે.. ડીસા અને પાલનપુરના બાળકનાં મોત બાદ સુઇગામના બાળકનું પણ મોત નીપજ્યું છે.. 

પાલનપુરમાં બાળકનું મોત નિપજતાં આરોગ્ય વિભાગની ટિમ દોડતી થઈ.. મૃતક બાળકીના ઘરે પાલનપુરના ધારાસભ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નગરપાલિકા પ્રમુખ સહિત આરોગ્યની ટીમ અને નગરપાલિકાની ટીમ પહોંચી અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરી ઘરે ઘરે જઈને સર્વેની કામગીરી હાથ ધરી છે..

આ સિવાય સુરતમાં ચાંદીપુરા શંકાસ્પદ કેસમાં બાળકીનું મોત થઈ ગયું છે.. 11 વર્ષય બાળકીમાં લક્ષણ દેખાયાં હતાં.. આ બાળકીની સિવિલ હોસ્પિટલના PIC વોર્ડમાં સારવાર ચાલી રહી હતી.. જોકે 36 કલાકની સારવાર બાદ બાળકીનું મોત નીપજ્યું હતું. આ બાળકીમાં ઝાડા, ઊલટી,તાવ, માથાનો દુખાવો, ખેંચ લક્ષણો જોવા મળ્યાં હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news