મહિલાઓના લીક વીડિયો મામલે સૌથી મોટો ખુલાસો, રાજકોટની આ હોસ્પિટલમાંથી વાયરલ થયા Video

મહિલાઓ ગાયનેક હોસ્પિટલમાં સારવાર માટે જતી હોય છે. આ દરમિયાન રાજકોટની એક હોસ્પિટલમાં મહિલાઓની સારવારના વીડિયો રેકોર્ડ કરી તેને ઓનલાઈન લીક કરવામાં આવ્યા છે. આ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. 

 મહિલાઓના લીક વીડિયો મામલે સૌથી મોટો ખુલાસો, રાજકોટની આ હોસ્પિટલમાંથી વાયરલ થયા Video

ગૌરવ દવે, રાજકોટઃ  ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવતા સમાચાર સામે આવ્યા છે. મહિલાઓના હોસ્પિટલના ચેકઅપના વીડિયો વાયરલ થયા છે. સોશિયલ મીડિયા પર મહિલાઓના ચેકઅપના વીડિયો જાણી જોઈને લીક કરવામા આવ્યા છે. ગાયનેક હોસ્પિટલમાં ચેકઅપના CCTV વીડિયો વાયરલ છે. ત્યારે આ વીડિયો રાજકોટની એક મોટી હોસ્પિટલના હોવાનું સામે આવ્યું છે.

રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો હોવાની માહિતી
ગુજરાતની બહેન-દીકરીઓના મેડિકલ ચેકઅપના વીડિયો પૈસાથી વેચાતા હોવાના ખુલાસા બાદ રાજકોટની પાયલ હોસ્પિટલ ક્રાઈમ બ્રાન્ચની રડાર પર આવી છે. જી હાં રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પાયલ મેટરનિટી હોસ્પિટલ આવેલી છે અને આ હોસ્પિટલના જ વીડિયો હોવાનો સંચાલકોએ કબૂલ્યું છે. ડોક્ટર અમિત અકબરી ચલાવે છે પાયલ હોસ્પિટલ. 

megha_mbbs_zee2.jpg

ઓનલાઈન પોસ્ટ કરાયા વીડિયો
યુટ્યૂબ પર અને ટેલિગ્રામ પર વેચાણ માટે મુકાયેલા આપત્તિજનક વીડિયો પાયલ હોસ્પિટલમાંથી લીક થયા હોવાની સંચાલકોએ કબૂલાત કરી છે. જો કે વીડિયો કઈ રીતે લીક થયા તે મુદ્દે તપાસ ચાલી રહી છે. કોઈ સ્ટાફના માણસોએ વીડિયો લીક કર્યા હતા કે કેમ તેની તપાસ ચાલી રહી છે. સાથે જ હોસ્પિટલ સત્તાવાળાઓએ લેબર રૂમમાં શા માટે CCTV લગાવ્યા હતા તે પણ એક મોટો સવાલ છે. હોસ્પિટલે હવે કહ્યું છે કે તેમણે CCTV હટાવી લીધા છે. તો પછી જ્યારે લગાવ્યા ત્યારે મહિલાની પ્રાઈવસી જોખમાય તે રીતે લેબર રૂમમાં CCTV કેમ લગાવ્યા હતા.

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2025

યુટ્યૂબ પર ચેનલ બનાવી વીડિયો અપલોડ કરાયા
રાજ્યની તમામ હોસ્પિટલોએ પણ આ મુદ્દે ધ્યાન રાખવાની જરૂર છે. કોઈપણ વ્યક્તિની ગોપનિયતાનું હનન થાય છે આ ખુબ મોટો અપરાધ છે. ગુજરાત પોલીસ આ મુદ્દે તાત્કાલિક યોગ્ય અને કડક કાર્યવાહી કરે! આ ચેનલને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે  અને આરોપીને ઝડપી પાડવામાં આવે. તમે જોઈ શકો છો કે ચેનલ પર આ વીડિયોને કેટલા વ્યૂ અને લાઈક મળી રહ્યાં છે. તે નરાધમ તથા તેને જોનારા લોકોની વિકૃતતા સાબિત કરી રહ્યું છે.

મહિલાઓના વીડિયો કાંડ મુદ્દે ZEE 24 કલાક પર વધુ એક ખુલાસો
આ નરાધમોએ માત્ર હોસ્પિટલોના જ નહીં, જિમમાં જતી મહિલાઓના વીડિયો પણ વેચવા માટે મુક્યા છે. બાથરૂમમાં ગુપ્ત કેમેરા લગાવીને પણ વીડિયો રેકોર્ડ કરાયા છે. જિમ અને હોસ્પિટલોમાં મહિલાઓના વીડિયો રેકોર્ડ કરાય છે. સોશિયલ મીડિયા પર સબસ્ક્રિપ્શન સાથે વીડિયો વેચાય છે. આ હરકત કરનારાઓ સુધી સાઈબર ક્રાઈમ પહોંચે તે જરૂરી છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) February 17, 2025

મહિલાઓના ગુપ્ત વીડિયોના ઓનલાઈન સોદા થતા હોવાનો ખુલાસો થયો છે. આ ચેનલ પર 900 થી 1500 રૂપિયામાં સબસ્ક્રિપ્શન સાથે વીડિયો મળી જાય છે. મેઘા ડેમોઝ ગ્રુપ નામથી ટેલિગ્રામ પર વેચાય છે. ગુજરાત સહિત દેશનાં તમામ શહેરોમાં નેટવર્ક હોવાની આશંકા છે. મોલ, જિમ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળોના વીડિયોનો વ્યાપાર થાય છે. બ્યુટી પાર્લર, સલુન અને બાથરૂમના વીડિયોનો પણ વ્યાપાર થઈ રહ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news