CA Foundation: હવે અમદાવાદથી વધુ વિદ્યાર્થીઓ બનશે CA, ફાઉન્ડેશનની પરીક્ષામાં સમગ્ર દેશમાં શાનદાર પરિણામ
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં દેશભરમાંથી કુલ 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 20,195 વિદ્યાર્થી અને 16,669 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: સીએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર થયું છે. ડિસેમ્બર 2022માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશનું 29.25 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે અમદાવાદનું પરિણામ 37.90 ટકા આવ્યું છે.
સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં દેશભરમાંથી કુલ 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેમાં 20,195 વિદ્યાર્થી અને 16,669 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ઉલ્લેખનીય છે કે, દેશભરમાંથી 1,26,015 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 68,294 જેટલા વિદ્યાર્થીઓ અને 57,721 વિદ્યાર્થિનીનો સમાવેશ થતો હતો. દેશભરમાં 541 સેન્ટર પર સીએ ફાઉન્ડેશન પરીક્ષા લેવાઈ હતી.
આ સંદર્ભે ICAI -અમદાવાદ ચેપ્ટરનાં પ્રેસિડેન્ટ બિશન શાહે જણાવ્યું હતું કે, જૂન 2022 માં દેશભરમાં લેવાયેલી સીએ ફાઉન્ડેશનનું 25.28 ટકા જેટલું પરિણામ આવ્યું હતું, જે આ વખતે વધીને 29.25 ટકા થયું છે. અમદાવાદ ચેપ્ટરની વાત કરીએ તો જૂન 2022માં સીએ ફાઉન્ડેશનનું પરિણામ 29.83 ટકા આવ્યું હતું, જે વધીને 37.90 ટકા પર પહોંચ્યું છે. સીએ ફાઉન્ડેશનનું સતત પરિણામ વધી રહ્યું છે, જે સારા સંકેત છે.
સીએ ફાઉન્ડેશનમાં પાસ થયા બાદ તમામ વિદ્યાર્થીઓ હવે ઇન્ટરમીડિએટમાં અભ્યાસ કરશે, જે આગળ જતાં સીએ બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે