પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, આગોતરા જામીન અરજી કરી

BZ ગ્રુપ કૌભાંડના ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. જેના બાદ હવે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. સાથે જ તેણે આગોતરા જામીનની અરજીમાં એફઆઇઆર ખોટી રીતે નોંધાઈ હોવાની રજૂઆત કરાઈ છે

પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા, આગોતરા જામીન અરજી કરી

Gujarat Highcourt : BZ ગ્રુપ કૌભાંડના ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી હતી. જેના બાદ હવે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. તેણે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. સાથે જ તેણે આગોતરા જામીનની અરજીમાં એફઆઇઆર ખોટી રીતે નોંધાઈ હોવાની રજૂઆત કરાઈ છે. 

6000 કરોડના કૌભાંડી BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્ર સિંહ ઝાલાએ ધરપકડથી બચવા હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઝાલા દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી છે. ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જમીનને ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધા પછી, હાઇકોર્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલા એ અરજી દાખલ કરી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે સુનાવણી કરવામાં આવશે.

મારા ખાતા ડીફ્રીઝ કરો, એક પણ ઈન્વેસ્ટરના પૈસા ડૂબશે નહીં
ભુપેન્દ્ર ઝાલાની અરજી પર સુનાવણી થઈ હતી. જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રજૂઆત કરી કે, મારા ખાતા ડીફ્રીઝ કરો, એક પણ ઈન્વેસ્ટરના પૈસા ડૂબશે નહીં. મારા ખાતામાં રહેલા પૈસા અંગત હેતુ માટે નહીં વાપરું. જે દિવસે એફઆઇઆર નોંધાઈ તે દિવસે એક પણ ઇન્વેસ્ટરનો એક પણ રૂપિયો ડૂબ્યો નહોતો. તમામ ઈન્વેસ્ટર્સને તેમના ઈન્વેસ્ટમેન્ટના રિટર્ન દર મહિનાના પહેલા અઠવાડિયામાં કરી દેવામાં આવતા હોય છે. જીપીઆઇડી એક્ટ લગાવી ખાતા ફ્રીઝ કર્યા, અને હવે ડિફોલ્ટનું બહાનું આપી જીપીઆઇડી એક્ટની કડક જોગવાઈઓનો અમલ કરાવવા માંગે છે. માત્ર શંકાના આધાર પર ન્યાયિક પ્રક્રિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે. 

સરકારે અરજીનો વિરોધ કર્યો 
સરકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાની અરજીનો વિરોધ કર્યો છે. સરકારે જણાવ્યું કે, હાલ તપાસ ચાલુ છે, 360 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો મળી આવ્યા છે. આરોપી વર્ષ 2022 થી લોકોના પૈસા ડુબાડતો આવ્યો છે. ગ્રો મોર નામની સંસ્થામાં કર્મચારીઓના ખાતામાં પૈસા જમા કરાવી તેમની પાસેથી રોકડ ઉપાડી લેવડાવતો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે પણ તપાસ કરાવી છે. સોથી વધુ ફરિયાદો મળી છે

ઝાલાના કેટલા બેંક એકાઉન્ટ મળ્યા
પોલીસ તપાસમાં ભૂપેન્દ્ર ઝાલા અને તેની જુદી જુદી ફર્મના HDFC, IDFC, યશ બેંક, ICICI, AU સ્મોલ બેંક, એક્સિસ બેંક, હિંમતનગર નાગરીક બેંક સહિતની બેંકમાં 27 ખાતા મળી આવ્યા છે. જેમાં ભૂપેન્દ્ર ઝાલાના નામના સાત બેંક એકાઉન્ટ છે, BZ ફાઇનાન્સ સર્વિસના ચાર, BZ પ્રોફિટ પ્લસના ત્રણ, પ્રભાત ઝાલાના 3, BZ મલ્ટી ટ્રેડનું એક, રણજિત ઝાલાના ચાર, BZ ઇન્ટરનેશનલ બુકિંગ પ્રા.લી.ના ત્રણ, મધુબેન ઝાલાનું એક અને BZ ટ્રેડર્સના ત્રણ મળી કુલ સાત ખાતા મળ્યા છે. ઝાલાની જુદી જુદી કંપનીની વર્ષ 2023-24માં 137.22 કરોડની ડિપોઝિટ મળી આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news