સ્માર્ટ મીટરના નામે સરકારની સ્માર્ટ લૂંટ! 500 કરોડ પડાવી લેવાનો કોણે કર્યો આક્ષેપ
Smart Meter: ગુજરાતમાં તાજેતરમાં સ્માર્ટ મીટરનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કોંગ્રેસ પણ હવે આ મુદ્દે મેદાનમાં ઉતરી છે.
Trending Photos
Smart Meter: ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, સુરત, સુરેન્દ્રનગર અને જામનગર સહિતના શહેરોમાં સ્માર્ટ વીજ મીટરો લગાવતાં વ્યાપક ફરિયાદો ઉઠી છે. મીટરના છબરડાથી માંડીને વધુ વીજ બીલને લઈને વીજ કંપની અને પ્રજા વચ્ચે સંઘર્ષની સ્થિતિનું નિર્માણ થયુ છે. લોકોને આક્ષેપ છેકે, આ મીટરમાં લગભગ ડબલ બિલ આવે છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છેકે, સ્માર્ટ મીટરના નામે સરકાર સ્માર્ટ લૂંટ ચલાવી રહી છે.
સ્માર્ટ મીટરના નામે સરકારની સ્માર્ટ લૂંટનો કોંગ્રેસનો આક્ષેપઃ
સ્માર્ટ વીજ મીટર મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોંફરન્સ કરીને જણાવ્યુંકે, સ્માર્ટ મીટર એ સરકારની સ્માર્ટ લૂંટ છે. સરકાર સ્માર્ટ વીજ મીટર ને જનતા પર થોપી રહી છે. ગરીબો ને લૂંટવા માટે સરકારે સ્માર્ટ મીટર લાવી છે. સ્માર્ટ મીટર સાથે વિકલ્પ આપવામાં આવે એ જરૂરી છે. સ્માર્ટ મીટર ફરજિયાત નહિ પણ મરજિયાત હોવા જોઈએ. જરૂર પડે સવિનય કાનૂનભંગ ને લડત કોંગ્રેસ આપશે. કોંગ્રેસ તમામ મુદ્દામાં જનતાની સાથે જ છે. સ્માર્ટ મીટર એ પ્રજાના પૈસાની લુંટ હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો.
સ્માર્ટ મીટર મુદ્દે સડકથી સંસદ સુધી વિરોધ કરશે વિપક્ષ!
અમિત ચાવડાએ સવાલ ઉઠાવ્યા છેકે, સ્માર્ટ મીટર ફરજીયાત શું કામ? મોબાઈલમાં પ્રી. પેઈડ અને પોસ્ટ પેઈડનો વિકલ્પ હોય તો સ્માર્ટ મીટરમાં કેમ નહિ? રીચાર્જ કરાવવા સ્માર્ટ ફોન જોઈશે. ગરીબો સ્માર્ટ ફોન ક્યાંથી લાવશે? શું સરકાર સ્માર્ટ મીટર સાથે સ્માર્ટ ફોન આપશે? ચાવડાએ આરોપ મૂક્યો છેકે, તેમાં કોઈ રાહત અપાતી નથી. આ ઉપરાંત દિલ્હી સહિતના રાજ્યોમાં ૨૦૦ યુનિટ વીજળી મફત આપવામાં આવી રહી છે તો પછી ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરના નામે ઉઘાડી લૂંટ કરવા સરકાર વીજ કંપનીઓને કેમ પીળો પરવાનો આપવામાં માગે છે તે સમજાતુ નથી. કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છેકે, જો સરકાર સ્માર્ટ મીટરના નામે થતી લૂંટ બંધ નહીં કરે તો સડકથી સંસદ સુધી વિરોધ કરવામાં આવશે.
ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટરના નામે સરકારની સ્માર્ટ લૂંટ ૧.૬૪ કરોડ સ્માર્ટ વીજ મીટર નાંખી 500 કરોડ રૂપિયા પડાવી લેવાનો કારસો હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં કોંગ્રેસનો આક્ષેપ છેકે, સ્માર્ટ વીજ મીટર લોકોના માથે થોપી બેસાડવા માટે સરકારે રાજ્યના તમામ મોટા શહેરોમાં હીલચાલ આદરી છે. રાજ્યમાં ૧.૯૪ કરોડ સ્માર્ટ વીજ મીટર નાંખીને રાજ્ય સરકાર આવક કરવા બેઠી છે એવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા કરાયો છે.
અમિત ચાવડાએ જણાવ્યુંકે, સરકાર લોકોને રાહત આપવાને બદલે તેમની પાસેથી સ્માર્ટ મીટરના નામે પૈસા પડાવી રહી છે. અન્ય રાજ્યમાં ૨૦૦ યુનિટ મફત વીજળી ને, ગુજરાતમાં લાખો વીજ ગ્રાહકો પર સ્માર્ટ વીજ મીટર થોપી દેવા હિલચાલ કરવામાં આવી રહી છે. ગુજરાત સાથે આવો અન્યાય કેમ એ સવાલ પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે