માં અંબાના દર્શને જઈ પહેલા 2 પદયાત્રીનું આ રીતે થયું મોત, 500 જણાંને ઇમરજન્સી સારવાર
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ઇમરજન્સી સેવા માટે ભાદરવી પૂનમના મેળામાં આશીર્વાદ રૂપ બન્યું છે. જોકે સમગ્ર મેળા દરમિયાન બે વ્યક્તિઓના મોત નીપજયાં છે. જેમનામાં હૃદય રોગના લક્ષણો જોવા મળ્યા હતા.
Trending Photos
Ambaji Temple: અંબાજી માં આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ ઇમરજન્સી સેવા માટે ભાદરવી પૂનમના મેળામાં આશીર્વાદ રૂપ બન્યું છે. જોકે સમગ્ર મેળા દરમિયાન બે વ્યક્તિઓના મોત નીપજયાં છે. જેમનામાં હૃદય રોગના લક્ષણો જોવા મળ્યા હતા. જોકે આ જનરલ હોસ્પિટલમાં 500 ઇમરજન્સી સારવાર આપવામાં આવી છે. જેમાં 15 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા છે.
જોકે આ હોસ્પિટલમાં 5 જેટલા દર્દીઓને હૃદય રોગના લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં એકનું 16 સપ્ટેમ્બરે મોત નીપજેલું હતું. જ્યારે બીજા એક દર્દી જે દાંતાથી નીકળી અંબાજી પગપાળા પહોંચી રહ્યા હતા, તેમને પાન્સા પાસે હૃદયનો દુ:ખાવાની તકલીફ થતાં અંબાજીની આ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
જ્યાં તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં અન્ય આ હૃદય રોગના લક્ષણો દેખાતા હતા. તેમને અંબાજી સરકારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. આજે મૃત્યુ નીપજેલ દાંતાના અશોકભાઈ દરજી ઉંમર વર્ષ અંદાજે 45 તેમનું મોત નીપજતાં પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે