ગેહલોતે આપેલા દારૂ અંગેના નિવેદન પર BJPના કાર્યકરો ભડક્યા, કર્યુ પૂતળા દહન
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાના નિવેદન બાદ ગુજરાતમા તેમના સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યા અશોક ગેહલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યુ છે. ત્યારે વાંસદા ભાજપના કાર્યકરો દ્વારા ગેહલોતના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરી તેમના પુતળાને ચંપલ માર્યા હતા.અને તેમના પુતળાનું દહન કર્યુ હતુ.
Trending Photos
સ્નેહલ પટેલ/નવાસારી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાતમાં સૌથી વધુ દારૂ પીવાતો હોવાના નિવેદન બાદ ગુજરાતમા તેમના સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જ્યા અશોક ગેહલોતના ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાતો હોવાના નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યુ છે. ત્યારે વાંસદા ભાજપના કાર્યકરો દ્વારા ગેહલોતના નિવેદન સામે આક્રોશ વ્યક્ત કરી તેમના પુતળાને ચંપલ માર્યા હતા.અને તેમના પુતળાનું દહન કર્યુ હતુ.
અશોક ગેહલોતનાના નિવેદન પર સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, મને એવું લાગે છે કે, એક પછી એક ચૂંટણી હાર્યા પછી અને એમાં પણ રાજસ્થાનમાં બધી જ લોકોસભાની સીટ હારી ગયા પછી, હજી કોંગ્રેસના લોકોમાં કળ વળી નથી. અને બધા લોકો પોતાના જીભ અને મગજનું જે જાડોણ તૂટી ગયા હોય એવું લાગે છે. ગેહલોતજીએ ઘરે ઘરે દારૂ પીવાય છે આ નિવેદન આપીને સાડા છ કરોડ ગુજરાતીઓનું અપામન કર્યું છે. તમામ ગુજરાતીઓને દારૂડિયા કીધા છે, એમને શોભતું નથી. ગુજરાતની કોંગ્રેસે તેનો જવાબ આપવો પડે અને અશોક ગેહલોતે ગુજરાતના લોકોની માફી માગવી જોઇએ.
અશોક ગેહલોતે ગુજરાતીઓને દારૂડિયા કહ્યાં, તેમણે માફી માગવી જોઇએ: CM રૂપાણી
રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ના શક્યા એટલે ગુજરાતીઓ પર ગમેતેવા આક્ષેપો કરવા તેમને શોભતું નથી. ગુજરાતીઓ તેમને માફ નહી કરે. ગુજરાતીઓને દારૂડિયા કહેવા એટલે સમગ્ર ગુજરાતનું અપમાન કર્યું છે. ગુજરાત તેમને ક્યારે માફ નહીં કરે. ગેહલોતે માફી માગવી જોઇએ. વધુમાં સીએમ રૂપાણીએ જણાવ્યુ હતું કે, 'કોંગ્રેસનાં લોકોને ગાંધી પણ ગમતા નથી, સરદાર પણ ગમતા નથી, ગુજરાત પણ ગમતું નથી અને મોદી તો આંખમાં કણાંની જેમ ખૂંચે છે. ત્યારે આ બધો બકવાસ થઇ રહ્યો છે તેમ હું માનું છું.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે