દેશ-વિદેશનાં લોકો ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ગુજરાત બજેટમાં મોટી જાહેરાત
Gujarat Budget : ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે.
Trending Photos
Gujarat Budget : ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. વર્ષ 2025-26નું ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું છે.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ₹૧૦૯૩ કરોડની જોગવાઇ
ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે તે માટે તેઓને ખાસ તાલીમ આપવાનું અને રમતગમત સંકુલોને આંતરરાષ્ટ્રીય કક્ષાના ધારા ધોરણ સાથે વિકાસ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. રમતગમત ક્ષેત્રે ₹૫૨૧ કરોડની જોગવાઇ. રાજ્યના વિવિધ જીલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ અર્થે ₹૧૨૫ કરોડની જોગવાઇ.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા ₹૩૩ કરોડની જોગવાઇ. પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹૧૮૨ કરોડની જોગવાઇ. પુરાતન સ્થળોને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી ૧૨ રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને બીજા ૪ નવા સંગ્રહાલયો નિર્માણાધીન છે.ગ્રંથાલયો માટે ₹૧૩૮ કરોડની જોગવાઇ. ૭૧ તાલુકા મથકોએ નવા ગ્રંથાલયો શરૂ કરવા ₹૧૬ કરોડની જોગવાઇ.
ગ્રંથાલય ભવનોના તબક્કાવાર નિર્માણ માટે આગામી વર્ષમાં ૭ જિલ્લા ગ્રંથાલયો અને ૧૫ તાલુકા ગ્રંથાલયો માટે ₹૧૪ કરોડની જોગવાઇ. ૫૩ આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં ઇ-લાયબ્રેરીની સુવિધાઓ વિકસાવવા માટે આયોજન. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે ₹૨૦૮ કરોડની જોગવાઇ. રાજ્યના લોકમેળાઓ પુન: જીવિત કરવા તથા કલા મહોત્સવના આયોજન માટે ₹૧૭ કરોડની જોગવાઇ. દેશ-વિદેશનાં લોકો નરસિંહ મહેતા અને અન્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને જાણી અને માણી શકે તે માટે ‘નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર’ માટે ₹૧૦ કરોડની જોગવાઇ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે