વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019ની તૈયારીઓ શરૂ, 48 દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીય દ્વારા તમામ ચેમ્બર સાથે એમઓયુ થશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019માં 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે.
Trending Photos
ગૌરવ પટેલ, અમદાવાદ: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં સૌ પ્રથમ વખત તમામ ચેમ્બરનું આંતરરાષ્ટ્રીય કોન્કલેવ અને રાજ્યોની રાષ્ટ્રીય ચેમ્બરનું કોન્કલેવ યોજાશે. જેમાં દુનિયાના 48 દેશના પ્રતિનિધિઓ ભાગ લેશે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીય દ્વારા તમામ ચેમ્બર સાથે એમઓયુ થશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિત 2019માં 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે.
વધુમાં વાંચો: ભાજપા મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશન પ્રારંભ
વર્ષ 2019માં યોજાવનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના મુખ્ય આકર્ષણની વાત કરવામાં આવે તો 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2019 સુધી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 યોજાશે. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં કુલ 14 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે જોડાશે. જેમાં કેનેડા, ઝેકોસ્લોવાકીયા, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નોર્વે, પોલેન્ડ, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, ધી નેધરલેન્ડ્સ, યુનાઇટેડ અરબ અમિરાત, ઉઝેબેકીસ્તાન અને સિંગાપોરનો સમાવેશ થાય છે. 17 જાન્યુઆરી 2019ના રોજ ટેક્નોલોજી મેથેમેટીક્સ આંતરરાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવશે. જેમાં 2 લાખ ઔધોગિક પ્રદર્શનના આયોજન સાથે 25 જેટલા ઔધોગિક ક્ષેત્રનાં પ્રદર્શનો પ્રદર્શિત થશે.
વેંડર ડેવલપમેન્ટ રિસર્ચ બાયર સેલર બીટ અને B2Bનું આયોજન કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સફળ કંપનીઓ વાઇબ્રન્ટ ગુજરાત 2019માં રજૂ કરવામાં આવશે. 19 જાન્યૂઆરીના રોજ આફ્રિકા ડેની ઉજવણી કરવામાં આવશે. જેમાં 32 દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019માં ગુજરાત સ્પ્રીન્ટ 2022ના કાર્યક્રમમાં ગુજરાતના વ્યવસાયને પ્રોત્સાહિત કરવા બ્લૂ પ્રીન્ટ રજૂ કરવામાં આવશે. 1500થી વધુ B2B મીટિંગો યોજાશે. ફોર્મ ટૂ ફેશન દ્વિતિય દ્વારા ઇન્ડિયન ટેક્સટાઇલ ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રિવરફ્રન્ટ પર ફેશન શો યોજાશે જેનો કોન્ટ્રાક્ટ સુનિલ શેટ્ટીને સોંપવામાં આવ્યો છે અને તેમાં 32 મોડલ ભાગ લેશે.
વર્ષ 2019માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ને લઇ સરકાર દ્વાર અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાડમાર તૈયારીઓ ચાલી રહી છે પણ જો અત્યાર સુધી યોજાયેલી વાઇબ્રન્ટ સમિટના આંકડાઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં યોજાયેલી છેલ્લી 8 વાઇબ્રન્ટ સમિટ થકી થયેલા એમઓયું પૈકી 20930 એમઓયુ ડ્રોપ થયા છે. એટલે કે 27 ટકા એમઓયુ પડતા મુકવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 76512 એમઓયું થયા હતા. જેની રમક 55 લાખ 91 હજાર 169 કરોડની થાય છે. જે પૈકી 47594 એમઓયું ઇમ્પ્લીમેન્ટ થયા છે. જે 62 ટકા થયા છે. 4286 પ્રોજેક્ટ અન્ડર ઇમ્પ્લીમેન્ટ છે જે 5.6 ટકા થાય છે. 3702 એમઓયુ અન્ડ પ્લાનીંગ એટલે કે 4.84 ટકા થાય છે. આ સમિટમાં પણ સારી સંખ્યામાં એમઓયુ થવાનો દાવો જીસીસીઆઇ દ્વારા કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે