BREAKING: વડોદરા સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓએ કર્યો આપઘાતનો પ્રયાસ
વડોદરા સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનામાં જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનું નામ સામે આવ્યું છે. સાથી કેદીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં સેન્ટ્રલ જેલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં સેન્ટ્રલ જેલમાં સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. સેન્ટ્રલ જેલમાં 7 કેદીઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. જેલની બેરેકમાં ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં બનેલી આ ઘટનામાં જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનું નામ સામે આવ્યું છે. સાથી કેદીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે જેલ સુપ્રીન્ટેન્ડેન્ટનાં ત્રાસથી સાત કેદીઓએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. જેલમાં સમયસર ભોજન પણ ન મળતું હોવાનો કેદીઓએ સનસનાટીભર્યો આક્ષેપ કર્યો છે.
એટલું જ નહીં, સેન્ટ્રલ જેલમાં સુપ્રીન્ટેન્ડેન્ટ બેરેકમાંથી બહાર પણ ના નીકળવા દેવાનો આક્ષેપ લાગ્યો છે. હાલ સાતેય કેદીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સયાજી હોસ્પિટલ પહોંચ્યાં છે.
આપઘાતનો પ્રયાસ કરનાર કેદીઓની યાદી:
- હર્ષિલ લીંબાચિયા
- અભિ આનંદ ઝા
- માજીદ ભાણ
- સલમાનખાન પઠાણ
- સાજીદ અક્બર કુરેશી
- સોહેબ કુરેશી
- આકાશ વાડકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે