બોટાદ: BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું ઘેલો નદીમાં વિસર્જન કરાયું

બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે વિસર્જન કરાયું. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13 ઓગષ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા.

બોટાદ: BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું ઘેલો નદીમાં વિસર્જન કરાયું

રઘુવીર મકવાણા, બોટાદ: બીએપીએસના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું આજે ગઢડામાં આવેલી ઘેલો નદીમાં શાસ્ત્રોક વિધિ સાથે વિસર્જન કરાયું. બીએપીએસના વડા મહંતસ્વામીએ ધાર્મિક વિધિ સાથે અસ્થિનું વિસર્જન કર્યું. 13 ઓગષ્ટ 2016ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર નિવાસ પામ્યા હતા.

ગઢડામાં આવેલી ઘેલો નદીમાં પુરષોતમ ઘાટમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું. કહેવાય છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે ગઢડા ઘેલો નદીમાં સ્નાન કરતા હતાં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉન્મત્ત ગંગાનું સ્થાન અપાયું છે.

જુઓ LIVE TV

આ ઉપરાંત હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે જેને લઈને વિશ્વમાંથી કોરોના વાઈરસ સમી જાય તે માટે મહંતસ્વામી દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી. મોટી સંખ્યાં હાજર હરિભક્તોએ અસ્થિ વિસર્જનના દર્શનનો લાભ લીધો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news