બેઝમેન્ટમાં પડેલી કારની આડમાં યુવતીનું મોઢું દબાવી બળજબરીથી દુષ્કર્મ, ઘટના સ્થળેથી તેલની બોટલ મળી!

ગોરવા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 16 વર્ષીય કિશોરી જે ધો.11માં અભ્યાસ કરે છે, જેને બિલ્ડીંગમાં રહેતો પાડોસી 61 વર્ષીય અશોક પરમાર પટાવી ફોસલાવી બિલ્ડીંગના બેઝમૅન્ટમાં લઇ ગયો હતો, જયાં અશોકે સગીરાને ધાકધમકી આપી કારની આડમાં શારીરીક અડપલા કરી બળજબરી દુષ્કર્મ આચર્યું હતુ.

બેઝમેન્ટમાં પડેલી કારની આડમાં યુવતીનું મોઢું દબાવી બળજબરીથી દુષ્કર્મ, ઘટના સ્થળેથી તેલની બોટલ મળી!

ચિરાગ જોશી/વડોદરા: સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતો વધુ એક કિસ્સો ગોરવા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. જેમાં 16 વર્ષીય કિશોરી જેને અંકલ કહેતી એ જ 60 વર્ષીય આધેડે કિશોરીને બળજબરીથી બિલ્ડીંગના બેઝમેન્ટમાં લઇ જઇ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. સમગ્ર ઘટનાની જાણ પીડિતાના પરિવારને થતાં નરાધમ આધેડ વિરુદ્ધ ગોરવા પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી હવસખોર આધેડની ધરપકડ કરી હતી. 

સગીરાને ધાકધમકી આપી કારની આડમાં શારીરીક અડપલા કરી બળજબરી દુષ્કર્મ આચર્યું
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગોરવા વિસ્તારમાં પરિવાર સાથે રહેતી 16 વર્ષીય કિશોરી જે ધો.11માં અભ્યાસ કરે છે, જેને બિલ્ડીંગમાં રહેતો પાડોસી 61 વર્ષીય અશોક પરમાર પટાવી ફોસલાવી બિલ્ડીંગના બેઝમૅન્ટમાં લઇ ગયો હતો, જયાં અશોકે સગીરાને ધાકધમકી આપી કારની આડમાં શારીરીક અડપલા કરી બળજબરી દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ કિશોરીને કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

ઘટનાની ખરાઇ કરવા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો
જોકે કિશોરીના પિતા સાંજના સમયે નોકરી પરતથી પરત ઘરે આવતા દિકરીને બિલ્ડીંગના બેઝમેન્ટમાંથી ઉપર જતા જોઈ જતા ઘરે જઇ દીકરીને પૂછતાં દિકરીએ ગભરાઇને કહ્યું કે, અશોક અંકલ મને ફોસલાવીને નીચે લઇ ગયા હતા. અને મારુ મોઢું દબાવી બળજબરીથી મારી સાથે અશોક પરમારે દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાના પિતાએ બેઝમેન્ટ માં જઈ ઘટનાની ખરાઇ કરવા સીસીટીવી તપાસ કરતા સમગ્ર ઘટના પરથી પડદો ઉઠ્યો હતો અને સીસીટીવી જોઈ ચોંકી ઉઠેલ પીડિતાના પિતાએ ગોરવા પોલીસ મથકે હવસખોર અશોક પરમાર સામે ફરીયાદ નોંધાવી હતી.

ઘટના સ્થળ પરથી તેલની બોટલ અને પંચનામુ કરી સાયન્ટીફીક પુરાવા એકત્ર
ગોરવા પોલીસે મામલાની ગંભીરતાને જોતા તરત જ કાર્યવાહી હાથ ધરતા પોક્સો એકટ હેઠળ ગુનો નોંધી સગીરા પર દુષ્કર્મ આચરનાર પાડોસી 61 વર્ષીય હવસખોર અશોક પરમારની ધરપકડ કરી સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને થતા લોકોએ આરોપી અશોક પરમારને મેથી પાક ચખાડ્યો હતો. જેથી તેને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરી ઘટના સ્થળ પરથી તેલની બોટલ અને પંચનામુ કરી સાયન્ટીફીક પુરાવા એકત્ર કરવામાં આવ્યાં છે અને આરોપીને કોર્ટમાં રજુ કરી તેના રિમાન્ડ મેળવવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news