ભારતીયો પર કેવી અસર કરશે ટ્રમ્પનો 'ગોલ્ડ કાર્ડ પ્લાન', કઈ રીતે મળશે નાગરિકતા, કેટલો આવશે ખર્ચ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગોલ્ડ કાર્ડ સ્કીમની જાહેરાત કરી છે. ટૂંક સમયમાં આ યોજનાનો અમલ શરૂ થશે. તે હાલના EB-5 વિઝા પ્રોગ્રામને બદલવા માટે લોન્ચ કરવામાં આવશે. કોઈપણ વ્યક્તિ 5 મિલિયન ડોલર ચૂકવીને અમેરિકન નાગરિકતા મેળવી શકશે. આ સ્કીમ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રોકાણ અને રોજગાર વધારવા માંગે છે.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા વિવિધ દેશોના નાગરિકોને ડિપોર્ટ કરી રહ્યાં છે અને તે માટે મુહિમ શરૂ કરી છે. બીજીતરફ ટ્રમ્પે ધનવાનો માટે એક ઓફર શરૂ કરી છે, જે માટે તે મોટી રકમ ખર્ચ કરી અમેરિકાની નાગરિકતા હાસિલ કરી શકે છે. આવો જાણીએ શું છે આ ઓફર અને તેનાથી ભારતીયો પર શું અસર થશે?
રોકાણ અને નોકરીઓ વધારવા પર ભાર
ટ્રમ્પે બુધવારે ગોલ્ડ કાર્ડ પ્લાનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઇમિગ્રન્ટ્સ 5 મિલિયન ડોલરની ફી ચૂકવીને અમેરિકામાં રહેવાની પરમિટ મેળવી શકે છે. આ પ્લાન હાલના 35 વર્ષ જૂના EB-5 વિઝા પ્રોગ્રામનું સ્થાન લેશે. EB વિઝા પ્રોગ્રામ હેઠળ, કોઈપણ વ્યક્તિ અમેરિકામાં 1 મિલિયન ડોલરનું રોકાણ કરીને ત્યાં રહેવા માટે પરમિટ મેળવી શકે છે.
EB-5 થી ગોલ્ડ કાર્ડ કેટલું અલગ છે?
બે પ્રકારના વિઝા વચ્ચે ઘણો તફાવત છે. વર્તમાન EB-5 પ્રોગ્રામ હેઠળ, વિદેશી રોકાણકારોએ યુએસ કંપનીઓમાં $8 મિલિયન અને $1 મિલિયન વચ્ચે રોકાણ કરવું અને ઓછામાં ઓછી 10 નવી નોકરીઓનું સર્જન કરવું જરૂરી છે. આ સિવાય ગ્રીન કાર્ડ માટે 5-7 વર્ષ સુધી રાહ જોવી પડશે.
વિદેશી રોકાણને આકર્ષિત કરવા માટે 1990માં શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમ પર છેલ્લા ઘણા વર્ષોથી દુરૂપયોગ અને છેતરપિંડીના આરોપ લાગ્યા છે. હવે ગોલ્ડ કાર્ડ વિઝા પ્લાનની ફી પાંચ ગણી વધારી 50 લાખ ડોલર નક્કી કરવામાં આવી છે. મોટા ખર્ચને કારણે મધ્યમ વર્ગના ઈન્વેસ્ટરો માટે આ પ્લાનનો ફાયદો ઉઠાવવો મુશ્કેલ હશે.
ભારતીયો પર શું અસર થશે
$5 મિલિયનની કિંમતનો અર્થ એ છે કે ભારતના ખૂબ જ ધનિક અને મોટા ઉદ્યોગપતિઓ જ અમેરિકામાં સ્થાયી થવાની આ સરળ રીત પરવડી શકે છે. આનાથી એવા કુશળ પ્રોફેશનલ્સની સમસ્યાઓ વધી શકે છે જેઓ પહેલાથી જ ગ્રીન કાર્ડ માટે લાંબી રાહ જોઈ રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં આ રાહ દાયકાઓ સુધી ચાલે છે.
રોકડમાં ચૂકવણી કરવી જોઈએ
જેઓ EB-5 હેઠળ અરજી કરે છે તેઓ લોન લઈ શકે છે અથવા નાણાં એકત્ર કરી શકે છે, જ્યારે ગોલ્ડ કાર્ડ માટે અરજી કરનારાઓએ સંપૂર્ણ રોકડ ચૂકવણી કરવી પડશે. આનાથી તે ભારતીયોના મોટા વર્ગની પહોંચની બહાર છે. H-1B વર્ક વિઝા ભારતીયો માટે સૌથી વધુ પસંદગીનો માર્ગ છે. H-1B વિઝા પરના ભારતીયો પણ ગોલ્ડ કાર્ડ માટે અરજી કરી શકે છે, જો તેમની પાસે $5 મિલિયનની ચુકવણીની ક્ષમતા હોય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે