ગુજરાતમાં આવતા સફરજન પોલીસ માટે બન્યા માથાનો દુખાવો, ફરી આજે પકડાયું...

ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં NDPSના વધુમાં વધુ કેસો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી અમદાવાદ અને સુરત પોલીસે પણ કરોડોનો જથ્થો કબજે કર્યો છે. ત્યારે ફરી એક વખત ગુજરાત ATS અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો છે.

ગુજરાતમાં આવતા સફરજન પોલીસ માટે બન્યા માથાનો દુખાવો, ફરી આજે પકડાયું...

મૌલિક ધામેચા /અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે ત્યારથી ગુજરાતમાં NDPSના વધુમાં વધુ કેસો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી અમદાવાદ અને સુરત પોલીસે પણ કરોડોનો જથ્થો કબજે કર્યો છે. ત્યારે ફરી એક વખત ગુજરાત ATS અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો છે.

ગુજરાત ATSના  પી.આઈ સી આર જાદવને ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, પાલનપુરની હોટલ માં ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓ આવવાના છે. જે અંગે વોચ ગોઠવી સફરજન બોક્સમાંથી ૧૭ કિલો જેટલો ચરસ જથ્થો પકડી પાડયો હતો. પકડાયેલા ચરસની અંદાજિત બજાર કિંમત 1 કરોડ ૨ લાખ જેટલી થાય છે. ચરસના જથ્થા સાથે ઝડપાયેલ બંને શખ્સો ફહીમ  બેગ અને સમીર શેખ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે. જેમને આ ચરસનો જથ્થો લુધિયાણાથી લાવી આપવાનું કામ હતું. જેથી લુધિયાણા સબ્જીમંડીમાં એક ટ્રક તેમને ચરસનો જથ્થો આપી ગઈ હોવાની કબૂલાત કરી છે.

ઇમરાન નામના શખ્સને ચરસનો જથ્થો પહોંચાડતા 50 હજાર રૂપિયા પણ મળવાના હતા. પરંતુ તે પહેલા જ પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. ત્યારે સવાલએ ઉભો થાય છે કે, આરોપી ઇમરાન કોણ છે અને તે કંઈ રીતે અમદાવાદમાં પોતાનું નેટવર્ક ચલાવી રહયો હતો. હાલ તો ATS એ પકડાયેલ આરોપીઓને બનાસકાંઠા એસઓજીને સોંપી ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરશે. હાલ પ્રાથમિક તપાસમાં અમદાવાદથી મહારાષ્ટ્રનું કનેકશન સામે આવ્યુ છે ત્યારે આ હેરાફેરી મા અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે અંગે વધુ પૂછપરછમાં ખુલાસો થઈ શકે તેમ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news