Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દહીના ભાવમાં વધારો કર્યો
Amul Masti Dahi PriceHike : દેશના લોકોને માથે મોંઘવારીનો વધુ એક માર... અમૂલ મસ્તીના દહીંમાં 3 રૂપિયાનો વધારો કરાયો... 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો કરાયો...
Trending Photos
Amul Masti Dahi Price Hike બુરહાન પઠાણ/આણંદ : અમૂલે ગુજરાતના ગ્રાહકોને શુક્રવારે મોટો ઝટકો આપ્યો છે. આજે અમુલે દહીંના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. અમૂલે મસ્તી દહીના ભાવમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો છે. આ સાથે અમૂલે વિવિધ પ્રકારના દહીના નવા ભાવ જાહેર કર્યાં છે.
અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ જૂનો ભાવ 69 રૂપિયા
અમુલ મસ્તી દહીં 1 કિલો પાઉચ નવો ભાવ 72 રૂપિયા
અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચ જૂનો ભાવ 310 રૂપિયા
અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચ નવો ભાવ 325 રૂપિયા
અમુલ મસ્તી દહીં 5 કિલો પાઉચમાં 15 રૂપિયાનો વધારો
અમુલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ જૂનો ભાવ 32 રૂપિયા
અમુલ મસ્તી દહીં 400 ગ્રામ પાઉચ નવો ભાવ 34 રૂપિયા
અમુલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ જૂનો ભાવ 17 રૂપિયા
અમુલ મસ્તી દહીં 200 ગ્રામ પાઉચ નવો ભાવ 18 રૂપિયા
અમુલ મસ્તી 200 ગ્રામ ડબ્બી જૂનો ભાવ 21 રૂપિયા
અમુલ મસ્તી 200 ગ્રામ ડબ્બી નવો ભાવ 22 રૂપિયા
નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર શુક્રવારે સવારે અમૂલે આપ્યા છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે અમૂલે ગુજરાત સિવાયના રાજ્યોમાં દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે. આ ભાવ વધારો ગુજરાત સિવાયના રાજ્યોમાં લાગુ પડશે.
અમૂલ તાજા અડધો લીટર દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે કે તેના 1 લિટર પેકેટની કિંમત 54 રૂપિયા થશે.
અમૂલ ગોલ્ડ એટલે કે ફુલ ક્રીમ દૂધનું અડધો લીટર પેકેટ હવે 33 રૂપિયામાં મળશે, જ્યારે કે તેનું 1 લીટર માટે 66 રૂપિયા આપવા પડશે
અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્કની અડધો લીટરની કિંમત 28 રૂપિયા કરાઈ છે, જ્યારે કે તેના 1 લિટર માટે 56 રૂપિયા ચૂકવવા પડશે.
અમૂલ ए2 બફેલો મિલ્કની અડધા લિટર કિંમત 35 રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત 70 રૂપિયા કરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગત 1 ડિસેમ્બરના રોજ દૂધ વિક્રેતા કંપની મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વેચાતા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરીએ ગત વર્ષે પાંચ વાર દૂધના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે નવા વર્ષમાં અમૂલે ભાવ વધારો કરીને ગ્રાહકોને ચોંકવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે