અમરેલી : તૌકતે વાવાઝોડામાં સહાયના નામે નેતાએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલી વાવાઝોડામાં સહાયના અપાવાના નામે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના થોરડી ગામની મહિલાએ સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 
અમરેલી : તૌકતે વાવાઝોડામાં સહાયના નામે નેતાએ મહિલા સાથે આચર્યુ દુષ્કર્મ

કેતન બગડા/અમરેલી :અમરેલી વાવાઝોડામાં સહાયના અપાવાના નામે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના થોરડી ગામની મહિલાએ સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લો હજી પણ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લો કહેવાય છે. વાવાઝોડાને જઈને બે મહિનાથી વધુ સમય વીતી ગયો. પરંતુ હજી સુધી અસરગ્રસ્ત લોકોને તેની સહાય મળી નથી. લોકો સરકારી સહાય મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આવામાં વાવાઝોડાથી સહાય મેળવવાની લાલચે એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. એક મહિલાએ સ્થાનિક નેતા પ્રફુલ વેકરિયા સામે સાવરકુંડલા રુરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

સાવરકુંડલા તાલુકામા આવેલા થોરડી ગામે પૂર્વ સરપંચે સહાયથી વંચિત મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતાં ફરિયાદ નોંધાઇ છે. મહિલાએ ફરિયાદ કરી કે, સહાયના નામે તેની એકલતાનો લાભ લઈ નેતાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ વેંકરિયા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને આગેવાન છે. 

ભોગ બનનાર મહિલા વિધવા છે તેમના પતિ 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે તેમના 3 પુત્રો અલગ અલગ જગ્યાએ ખાનગી નોકરી કરી રહ્યા છે. વિધવા મહિલા મજૂરી
કામ કરી પોતાનુ રોજી રોટી મેળવી રહ્યા છે. ત્યારે ગામના જ પૂર્વ સરપંચે આ કૃત્ય કર્યાની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news