ગુજરાતીઓને છોડવું પડશે કેનેડા! સરકારના આ નવા નિયમથી ભારતીયોને મોટું નુકસાન, લાખો થશે બેરોજગાર અને...
Canada Government એ અમુક નવા ઈમિગ્રેશન નિયમ બનાવ્યા છે, જેનાથી ગુજરાતીઓ સહિત ભારત અને ઘણા દેશોમાં રહેનાર લોકો પ્રભાવિત થશે. જે લોકો કેનેડામાં લાંબા સમય માટે રહેવા માંગે છે, તેમના માટે કેનેડાની સીમા સુરક્ષા એજન્સીની પાસે સખત નિયમ છે. આ લોકોએ દેશ છોડવો પડશે.
Trending Photos
Canada New Immigration Rule: કેનેડા સરકારે અમુક નવા ઈમિગ્રેશન નિયમ બનાવ્યા છે, જેનાથી ભારત સહિત ઘણા દેશોમાં રહેનાર લોકો પ્રભાવિત થશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રી માર્ક મિલરે જણાવ્યું છે કે 2025ના અંત સુધીમાં લગભગ 5 મિલિયન અસ્થાયી વર્ક પરમિટ પુરી થઈ જશે. તેનો મતલબ છે કે આ પરમિટ પર કામ કરનાર લોકોને કેનેડા છોડવું પડશે. મિલરે જણાવ્યું હતું કે, ઘણા બધા લોકો પોતાની મરજીથી કેનેડા છોડી દેશે, પરંતુ જે લોકો કેનેડામાં લાંબો સમય સુધી રહેવા માંગે છે, તેમના માટે કેનેડાની સીમા સુરક્ષા એજન્સીની પાસે સખત નિયમ છે. આ લોકોએ દેશ છોડવાનો રહેશે.
7 લાખથી વધારે બાળકોની પુરી થશે સ્ટડી પરમિટ
તેમણે જણાવ્યું છે કે 2025ના અંત સુધીમાં લગભગ 7 લાખ 66 હજાર વિદ્યાર્થીઓનો અભ્યાસ પુરો થઈ જશે. અમુક વિદ્યાર્થીઓની પાસે આ પરમિટ વધારવા અને નોકરી માટે નવી પરમિટ લેવાનો મોકો મળશે, જેનાથી તે કેનેડામાં હજુ રહી શકશે.
કેમ લાવવામાં આવ્યો આ નિયમ?
ટ્રૂડો સરકારે આગામી ત્રણ વર્ષોમાં કેનેડામાં આવનાર લોકોની સંખ્યા ઓછી કરી દીધી છે, તેમાં સ્થાયી નિવાસીઓ અને અસ્થાયી નિવાસીઓ બન્નેની સંખ્યા ઓછી કરવામાં આવી છે. આ કદમ કેનેડામાં વધતી જતી વસ્તીનું કારણ થનાર સમસ્યાઓ જેમ કે ઘરની કમી, સ્વાસ્થ્ય સેવાઓની કમી અને જીવનજરૂરિયાત ચીજવસ્તુઓની કમીના કારણે ઉઠાવવામાં આવ્યું છે.
શું છે Canada New Immigration Rule?
કેનેડા સરકારે આ ઈમિગ્રેશન નિયમ બનાવ્યા છે, જેમાં દર વર્ષે કેનેડેમાં આવનાર સ્થાયી નિવાસીઓની સંખ્યા ઓછી થઈ જશે. પહેલા દર વર્ષ 5 લાખ લોકોને સ્થાયી નિવાસ આપવામાં આવતું હતું, પરંતુ 2025 સુધી આ સંખ્યા 21 ટકા ઓછી થઈને 3 લાખ 95 હજાર થઈ જશે. તેના સિવાય કેનેડામાં કામ કરવા આવનાર વિદેશી લોકોની સંખ્યા પણ ઓછી થઈ જશે. અસ્થાયી વર્ક પરમિટ મેળવનાર લોકોની સંખ્યા 40 ટકાથી વધારે ઓછી થઈ જશે અને વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 2026 સુધી 10 ટકા ઓછી થઈ જશે.
ભારતીયો પર શું પડશે અસર?
કેનેડા ચે દેશોમાંથી એક છે જ્યાં ખુબ જ ભારતીય લોકો રહેવાનું પસંદ કરે છે. સપ્ટેમ્બરના એક રિપોર્ટ મુજબ, કેનેડામાં 16 લાખ 89 હજાર 055 ભારતીયો રહે ચે. તેમાંથી ઘણા લોકો ઉચ્ચ પદો પર કામ કરે છે, જેમ કે સી સૂટ એક્ઝિક્યૂટિવ, એન્જિનયર્સ, ટેક્નિશિયન અને સાઈન્ટિસ્ટ.
કેનેડામાં કામ કરનાર ભારતીયોને પણ આ નવા નિયમથી પરેશાની થઈ શકે છે. ઘણા ભારતીયોના અસ્થાયી વર્ક પરમિટ ખતમ થઈ શકે છે, જેના કારણે તેમણે કેનેડા છોડવું પડી શકે છે. આ સિવાય જે ભારતીય કેનેડામાં સ્થાયી નિવાસ માટે અરજી કરી ચૂક્યા છે, તેમણે પણ આનવા નિયમથી પરેશાની થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે