અમરેલીમાં રખડતાં કૂતરાએ 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરૂણ મોત, વિસ્તારમાં ખળભળાટ

દામનગરમાં રહેતા મધુભાઈ સિદ્ધપરાની વાડી છે. આ વાડીમાં છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર નજીક આવેલા થાંભલા ગામના નરેશભાઈનો પરિવાર વાગ્યું રાખી અને મજૂરી કરે છે. ગઈકાલે સવારના આઠ એક વાગ્યાના સમયે લીમડા નીચે ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હતું.

અમરેલીમાં રખડતાં કૂતરાએ 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરૂણ મોત, વિસ્તારમાં ખળભળાટ

કેતન બગડા/અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં પ્રાણીઓના 10 હુમલાની ઘટનાઓ બની છે. આગાઉ જિલ્લામાં સિંહ અને દીપડાઓએ હુમલો કર્યા હતા. ત્યારે ગઈ કાલે લાઠી તાલુકાના દામનગર ગામે વાડીમાં રમી રહેલા એક બાળકનું મોત શ્વાનના હુમલાથી થયું છે.

દામનગરમાં રહેતા મધુભાઈ સિદ્ધપરાની વાડી છે. આ વાડીમાં છેલ્લા બે વર્ષથી છોટાઉદેપુર નજીક આવેલા થાંભલા ગામના નરેશભાઈનો પરિવાર વાગ્યું રાખી અને મજૂરી કરે છે. ગઈકાલે સવારના આઠ એક વાગ્યાના સમયે લીમડા નીચે ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હતું. અચાનક જ પાંચ શ્વાનનું ટોળું આ વાડીમાં ધસી આવ્યું અને લીમડા નીચે રમી રહેલા ત્રણ વર્ષના રોનકને પીખી નાખ્યું. પિતા નરેશભાઈ થોડે દૂર કામ કરી રહ્યા હતા તેમની નજર પડે તે પહેલા તો બાળકને ઘાયલ કરી દીધું હતું.

તાત્કાલિક શ્વાનના હુમલાથી બાળકને છોડાવી વાડી માલિકને ફોન કરી અને દામનગર હોસ્પિટલ એપ સારવાર માટે લઈ જવામાં આવ્યો. ડોક્ટરો સારવાર કરે એ પહેલા જ તે બાળક મૃત્યુ પામ્યો હતો. આ પરિવાર માટે ખૂબ જ દુઃખદ અને આભ ફાટી પડે તેવી ઘટના હતી. વાડી માલિકના જણાવ્યા મુજબ આવી રીતે અચાનક જ શ્વાનનું ટોળું આવે તેવી આ પહેલી ઘટના છે.

આ વાડી વિસ્તારમાં ક્યાંય પણ શ્વાનનો વસવાટ કે આવન જાવન નથી. ત્યારે આ ઘટનાની જાણ દામનગર પોલીસ મથકમાં બાળકના પિતા નરેશભાઈએ જાણ કરી. હાલ તો નરેશભાઈ તેમના મૃત બાળક લઈ અને પરિવાર સાથે તેમના વતન ચાલ્યા ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news