2020નું AMCનું ડ્રાફ્ટ Budget રજૂ, અમદાવાદીઓના માથે 244 કરોડનો કરવેરો વધારો ઝીંકાયો
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :નવા નાણાકીય વર્ષ 2020નું અમદાવાદ મહાનગરપાલિકાનું બજેટ (Budget 2020) રજૂ કરવામાં આવ્યું છે. 8,900 કરોડ રૂપિયાના બજેટમાં અમદાવાદ શહેરને ખાડા મુક્ત બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. AMCએ વર્ષ 2020-21નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રૂપિયા 8900 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. ગત વર્ષના ડ્રાફ્ટ બજેટ કરતા 1391 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે. જોકે, ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોના માથે રૂ. 244 કરોડનો કરવેરાનો વધારો ઝીંકાયો છે. . તો સાથે જ ડ્રાફ્ટ બજેટમાં વિવાદાસ્પદ પિરાણાની ડમ્પિંગ સાઈટ હટાવાશે અને ગ્રીન અમદાવાદ પર ભાર મૂકાશે તેવું જણાવાયું છે.
મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ રૂ. 8907.32 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. ગત વર્ષના ડ્રાફ્ટ બજેટમાં રૂ. 1398 કરોડનો વધારો કરાયો છે. રૂપિયા 5014 કરોડનું કેપિટલ અને રૂ.3893.32 કરોડનું રેવન્યુ બજેટ છે. ડ્રાફ્ટ બજેટમાં શહેરીજનોના માથે રૂ. 244 કરોડનો કરવેરાનો વધારો ઝીંકાયો છે. પાછલા વર્ષના કેપિટલ બજેટમાં 3000 કરોડનો વધારો કરાયો છે. વિકાસકાર્યો પાછળ મહત્તમ રકમ ખર્ચ કરવાનું આયોજન બજેટમાં કરાયું છે.
- 10 લાખ વૃક્ષો વાવવાનું આયોજન
- 20 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલનું આયોજન
- 600 ઇલેક્ટ્રિક બસ ખરીદવામાં આવશે
- 968 કરોડના ખર્ચે 20 ફ્લાય ઓવર બ્રિજ બનશે
- 152 કરોડના ખર્ચે 15 અંડર પાસ
- પબ્લિક બાઈક શેરિંગની શરૂઆત કરાશે
- 200 બાઈક સ્ટેન્ડ પરથી 2000 સાયકલ અને 500 ઇલેક્ટ્રિક બાઈકસ ઉપલબ્ધ કરશે
- મ્યુનિસિપલ બિલ્ડીંગ અને હોસ્પિટલમાં સોલર રૂફ પેનલ પર વિશેષ ધ્યાન આપશે
- 100 જેટલા અર્બન ફોરેસ્ટ બનાવવામાં આવશે
- 16 નવા ગાર્ડનનું ડેવલપમેન્ટ કરાશે
- 200 કરોડના ખર્ચે 2 બાયોડાયવર્સિટી પાર્ક બનાવાશે
- દરેક વોર્ડમાં જિમ અને મોડલ ગાર્ડન બનાવાશે
- સીજી રોડની ડિઝાઇન મુજબ દરેક ઝોનમાં એક રોડનું નવીનીકરણ કરાશે
- 3.30 લાખ ચોરસ કિલોમીટર માઈક્રો રોડ સરફેસિંગ કરાશે
- 500 કરોડના ખર્ચે 5 નવા મલ્ટી લેવલ પાર્કિંગ બનશે
- દરેક ઝોનમાં 30 કરોડના ખર્ચે હેપ્પી સ્ટ્રીટ મુજબ ફૂડ સ્ટ્રીટ બનાવશે
- 4 કમ્યુનિટી હોલ બનાવાશે
- મણિનગરમાં ઓડિટોરિયમ કમ બેંકવેટ બનાવાશે
- દરેક વોર્ડને કમ્યુનિટી હોલ અને એસી લાઈબ્રેરીથી સુસજ્જ કરાશે
- થલતેજ, ગોતા, સરખેજ, જોધપુરમાં જિમ બનાવમાં આવશે
- 200 કરોડના ખર્ચે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં 2 આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવાશે
- દરેક વોર્ડમાં મિની સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે
- એલજી અને શારદાબેન હોસ્પિટલનું નવીનીકરણ કરાવાશે
- 2 નવી કંપનીની સ્થાપના કરાશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે