એક શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર

Ambani family: અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના બહુપ્રતીક્ષિત લગ્નની શરૂઆત કરતાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં એક વિશાળ મંદિર પરિસરની અંદર નવા મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. 

એક શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર

Anant Ambani Radhika Merchant Marriage: અનંત અંબાણી અને રાધિકા મર્ચેટની બહુપ્રતિક્ષીત લગ્નની શુભ કરતાં અંબાણી પરિવારે ગુજરાતના જામનગરમાં સ્થિત એક વિશાળ પરિસરની અંદર 14 મંદિરોનું નિર્માણ કરાવ્યું છે. 

જટિલ નક્કાશીદાર સ્તંભ, દેવી-દેવતાઓની મૂર્તિઓ, ભીંતચિત્ર શૈલીની પેટિંગ અને પેઢીઓની કલાત્મક વિરાસતથી પ્રેરિત વાસ્તુકલાની વિશેષતાવાળા આ મંદિર પરિસર ભારતની સમૃદ્ધિ અને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને લગના ઉત્સવના કેન્દ્રમાં રાખે છે. 

પ્રસિદ્ધ શિલ્પકારો દ્વારા જીવંત બનાવવામાં આવેલ, મંદિરની કળા વર્ષો જૂની ટેક્નોલોજી અને પરંપરાઓનો ઉપયોગ કરે છે. આ પહેલ સ્થાનિક કારીગરોની અવિશ્વસનીય કૌશલ્યને ઉજાગર કરે છે, જે ભારતીય વારસો, પરંપરા અને સંસ્કૃતિને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીના વિઝનને પ્રતિબિંબિત કરે છે.

જામનગરના મોતીખાવડીમાં સ્થિત મંદિર પરિસરમાં સ્થાનિક લોકો અને કારીગરોની સાથે વાત કરતાં નીતા અંબાણીએ તેમની બનાવેલી કલાકૃતિઓ વિશે જાણકારી લેતાં તેમના કામની પ્રશંસા કરી. મંદિર પરિસરમાં હાજર સ્થાનિક લોકો અને કારીગરોએ કહ્યું કે આનાથી તેમને એવું લાગે છે કે તેઓ પણ આ લગ્નની ઉજવણીનો એક ભાગ છે.

અનંત અંબાણી અને રાધિકા મર્ચેટ હાલમાં પ્રી વેડિંગ સમારોહમાં વ્યસ્ત છે, જે 1 થી 3 માર્ચ સુધી ગુજરાતના જામનગરમાં થશે. આ સ્ટાર્સથી ભરેલો કાર્યક્રમ હશે, જેમાં ઘણી ટોચની હસ્તીઓ પણ સામેલ થશે. તેમાં અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને રજનીકાંત સહિત ઘણા લોકપ્રિય ભારતીય કલાકારો પોતપોતાના પરિવારો સાથે ઉત્સવની ઉજવણી કરશે. આ પ્રિ-વેડિંગ સેલિબ્રેશન માટે સલમાન ખાન જામનગર પણ જશે. અક્ષય કુમાર તેમની પત્ની ટ્વિંકલ ખન્ના સાથે પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં પણ ભાગ લેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news