Ambalal Patel Prediction : અંબાલાલની ઘાતક આગાહી, આ તારીખે આવશે વરસાદનું બીજું વહન, જળબંબાકાર થશે ગુજરાત
Ambalal Patel Monsoon Prediction : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 22, 23 અને 24 તારીખ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે. વરસાદનું બીજું વહન 27 તારીખે આવશે. વરસાદના બીજા વહનમાં ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે
Trending Photos
Gujarat Weather Forecast : હાલ સૌરાષ્ટ્રમાં મેંઘતાંડવ થઈ રહ્યું છે. હજુ 3 દિવસ સુધી ગુજરાતને મેઘરાજા ધમરોળશે. આગામી 3 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે. આ વચ્ચે આજે દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ છે. જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. તો આવતી કાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ એલર્ટ છે. નવસારી, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારેની આગાહી છે. અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65 ટકા વરસાદ નોંધાયો છે. આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક ઘાતક આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી સમયમાં દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. મજબૂત ગસ્ટ ગુજરાત તરફ ભારે ભેજ લઈને આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. આ કારણે મધ્ય સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાશે. આ ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરા, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા , આણંદ, અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે. 22, 23 અને 24 તારીખ સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં રહેશે. વરસાદનું બીજું વહન 27 તારીખે આવશે. વરસાદના બીજા વહનમાં ઉત્તર ભારતની નદીઓમાં પુર આવશે.
આજે દ્વારકામાં વરસાદી રેડ એલર્ટ અપાયું
આજે હવામાન વિભાગ દ્વારા જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં યેલો એલર્ટ છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ,ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગરમાં યેલો એલર્ટ છે.
હજુ 3 દિવસ સુધી ગુજરાતને ઘમરોળશે મેઘરાજા; આજે દ્વારકામાં રેડ એલર્ટ#Monsoon #Monsoon2023 #GujaratRains pic.twitter.com/e9mDusJvnV
— Zee 24 Kalak (@Zee24Kalak) July 21, 2023
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદનું જોર રહેશે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. દ્વારકામાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, ડાંગ માં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ભાવનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ રહેશે. આજે દ્વારકામાં આજે રેડ એલર્ટ છે. તો જામનગર, પોરબંદર, વલસાડ, નવસારી, ડાંગમાં આજે ભારે વરસાદ રહેશે. આવતીકાલે ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં રેડ અલર્ટ છે. આજે અમદાવાદમાં મધ્યમ વરસાદ રહેશે આવતીકાલે ભારે વરસાદ રહેશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં સિઝનનો 65% વરસાદ ખાબક્યો છે. મોન્સૂન ટ્રફને કારણે હાલ રાજ્યમાં વરસાદ રહેશે. ઓગસ્ટ મહિના સુધી ગુજરાતમાં સારો વરસાદ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે