ગોઝારો ગુરૂવાર! પાટણમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

છેલ્લા 12 કલાકમાં પાટણ જિલ્લામાં બીજો મોટો અકસ્માત થયો છે. ગત મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાને હજું કળ પણ વળી નહોતી ત્યાં આજે બપોરે ઝાડ સાથે કાર ટકરાતાં થયેલા અકસ્માતમાં વધુ ત્રણ લોકો મોતને ભેટ્યા છે. આમ બંને અકસ્માતમાં કુલ 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ગોઝારો ગુરૂવાર! પાટણમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

Patan Accident: રાજ્યમાં દિવસેને દિવસે રોડ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાટણમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માતમાં 6 લોકોએ જિંદગી ગુમાવી છે. છેલ્લા 12 કલાકમાં પાટણ જિલ્લામાં બીજો મોટો અકસ્માત થયો છે. ગત મોડી રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાને હજું કળ પણ વળી નહોતી ત્યાં આજે બપોરે ઝાડ સાથે કાર ટકરાતાં થયેલા અકસ્માતમાં વધુ ત્રણ લોકો મોતને ભેટ્યા છે. આમ બંને અકસ્માતમાં કુલ 6 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કારચાલક અને બાઇકચાલકના મોત
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાટણમાં એક જ દિવસમાં બીજી અકસ્માતની ઘટના સામે આવી છે. ચાણસ્મા-હારીજ માર્ગ પર બપોરે 2:30 વાગ્યા આસપાસ વરાણાથી દર્શન કરીને પરત ફરી રહેલી અલ્ટો કાર વૃક્ષ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક, કાર ચાલક અને કારમાં સવાર યુવતી એમ ત્રણના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે કાર સવાર ત્રણ લોકો ઇજાગ્રસ્ત બન્યા થયા છે. જેમને 108 દ્વારા ચાણસ્મા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં ભોગ બનનાર મૃતકોના નામ સામે આવ્યા છે. જેમાં પટેલ મનોજભાઇ હેમરાજભાઇ (ઉવ.45. કાર ચાલક), પટેલ વિશ્વાબેન કનુભાઇ (ઉવ.22. કારમાં સવાર યુવતી) અને ઠાકોર રામાજી વાઘાજી (ઉવ.50. બાઇક ચાલક)નો સમાવેશ થાય છે, જ્યારે કારમાં સવાર ઇજાગ્રસ્તોના નામની વાત કરીએ તો પટેલ અંજનાબેન કનુભાઇ (ઉવ.42), પટેલ ધ્રૃવાંગ કનુભાઇ (ઉવ.18) અને પટેલ શિવાન્યા કનુભાઇ (ઉવ.07)નો સમાવેશ થાય છે.

મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની
પાટણમાં મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. અજાણ્યા કાર ચાલકે 3 પદયાત્રીઓને કચડ્યા હતા. જેમાં 3 મહિલાઓના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. આ ત્રણેય મહિલાઓ એક જ પરિવારની હતી. આંબલા ગામનો ઠાકોર પરિવાર ખોડિયાર માતાના દર્શને જવા નીકળ્યો હતો, ત્યારે અજાણી ગાડીએ તેમને ટક્કર મારી હતી. જેમાં અન્ય પાંચ પદયાત્રી ઈજાગ્રસ્ત થયા છે. 

ઈજાગ્રસ્ત પદયાત્રીઓ
મહેન્દ્રભાઈ ઠાકોર (ઉમર 25), રાહુલભાઇ મગનજી ઠાકોર (ઉમર 18), નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉમર 13), સવિતાબેન નાગજીજી ઠાકોર (ઉમર 45), સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર (ઉમર 18)

બેચરાજીના અંબાલા ગામનો ઠાકોર પરિવાર વરાણા ખોડિયાર માતાનાં મંદિરે પગપાળા જઈ રહ્યો હતો. પરિવાર ચાલતો ચાલતો હારીજ-ચાણસ્મા હાઈવે પર પહોંચ્યો ત્યારે મોડી રાતે એક અજાણી ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અજાણ્યા વાહન ચાલકે મોડીરાત્રે પદયાત્રીઓને અડફેટે લઈ રફૂચક્કર થઈ ગયો હતો. આ અકસ્માતથી હાઈવે પર લોહીની નદીઓ વહી હતી. એક જ પરિવારની ત્રણ મહિલાઓના મોતથી હાઈવે પર આક્રંદ જોવા મળ્યુ હતું. તો બીજી તરફ, પરિવારના ઘાયલ લોકો રસ્તા પર તરફડિયા મારતાહ તા. તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્તો પદયાત્રીઓને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, હારીજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી છે. અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરાઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news