વિદેશથી આવી રહેલા નાગરિકોને ઘરે નહી જવા દેવાય, 14 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઇન કરાશે

વિદેશથી આવી રહેલા વિદ્યાર્થીઓ અને યાત્રિકોને સરકાર દ્વારા ઇન્સિટ્યુશન ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જેના  માટે સરકાર દ્વારા નિ:શુલ્ક અને પેઇડ બંન્ને સુવિધાઓની વ્યવસ્થા કરી છે. રાજ્યનાં 31 જિલ્લાઓમાં ઇન્સિટ્યૂશન ક્વોરન્ટીન (સંસ્થાગત ક્વોરન્ટિન વ્યવસ્થા) કરવામાં આવી છે. વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને યાત્રીઓને હોમ ક્વોરન્ટાઇન નહી કરવામાં આવે. તેમને સંસ્થાગત રીતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જેના માટે નિશુલ્ક અને પેઇડ બંન્ને સુવિધા રાખવામાં આવશે. 
વિદેશથી આવી રહેલા નાગરિકોને ઘરે નહી જવા દેવાય, 14 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઇન કરાશે

અમદાવાદ : વિદેશથી આવી રહેલા વિદ્યાર્થીઓ અને યાત્રિકોને સરકાર દ્વારા ઇન્સિટ્યુશન ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જેના  માટે સરકાર દ્વારા નિ:શુલ્ક અને પેઇડ બંન્ને સુવિધાઓની વ્યવસ્થા કરી છે. રાજ્યનાં 31 જિલ્લાઓમાં ઇન્સિટ્યૂશન ક્વોરન્ટીન (સંસ્થાગત ક્વોરન્ટિન વ્યવસ્થા) કરવામાં આવી છે. વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ અને યાત્રીઓને હોમ ક્વોરન્ટાઇન નહી કરવામાં આવે. તેમને સંસ્થાગત રીતે જ ક્વોરન્ટાઇન કરવામાં આવશે. જેના માટે નિશુલ્ક અને પેઇડ બંન્ને સુવિધા રાખવામાં આવશે. 

ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીન માટે સરકાર આ યાત્રિકો કે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા તો રાજ્યના 31 જિલ્લાઓમાં કરશે જ, પરંતુ જે લોકો પોતાના ખર્ચે કોઈ હોટેલ અથવા અન્ય સ્થળે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન થવા માંગતા હોય તો તે અંગેનો વિકલ્પ પણ સરકારે ખુલ્લો મુક્યો છે. તમામ જિલ્લાઓને આ અંગેની વ્યવસ્થા કરવા માટે પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે. 

આ માટે યાત્રિકો અને વિદ્યાર્થીઓ તેમને અનુકૂળ જિલ્લો પસંદ કરી શકે છે અને આ અંગે એરપોર્ટ ઉપર એરાઇવલ  ઉતર્યા બાદ તુરત જ તેમના પસંદગીના જિલ્લા મથકની નોંધ કરાવી શકે છે. વિદેશથી પરત આવી રહેલા આ યાત્રિકો અને વિદ્યાર્થીઓને તેમના સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવાની બસની વ્યસ્વ્સ્થા નિઃશુલ્ક રૂપે સરકાર મારફત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેટલાક કિસ્સાઓમાં હોમ ક્વોરન્ટાઇનનું પાલન ચુસ્ત પણે નહી થતું હોવાના કારણે સરકાર દ્વારા તમામ યાત્રીઓને સંસ્થાગત રીતે જ ક્વોરન્ટાઇન કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી આ સંક્રમણ વિદેશથી આવેલા વ્યક્તિનાં પરિવારમા ફેલાતું અટકાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news