રાષ્ટ્રપતિની હાજરીમા કેવડિયામાં ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો
Trending Photos
- કેવડિયાની ટેન્ટ સિટી 2 માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.
- તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષ, વિધાનસભા અને વિધાન પરિષદના સચિવોની પણ હાજરી જોવા મળી.
- આવતીકાલે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ પર પીએમ મોદી કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે
ઝી મીડિયા/બ્યૂરો :કેવડિયામાં ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની હાજરીમાં પ્રારંભ થયો છે. આ કાર્યક્રમમાં રાજ્યસભાના અધ્યક્ષ તથા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. કેવડિયાની ટેન્ટ સિટી 2 માં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કોન્ફરન્સ (All India Presiding Officers) યોજાઈ રહી છે. જેમાં તમામ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષ પણ પહોંચ્યા છે. કોન્ફરન્સમાં વિધાનસભા અને વિધાન પરિષદના સચિવોની પણ હાજરી જોવા મળી.
આ પણ વાંચો : 2017ની રાજ્યસભાની એ ચૂંટણી, જેમાં અહેમદ પટેલની જીત પર કોંગ્રેસ ઓફિસમાં ફટાકડા ફૂટ્યા હતા
રાષ્ટ્રપતિએ એરપોર્ટ પર કોરોનાની માહિતી મેળવી
રાષ્ટ્રપતિ કેવડિયામાં 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સના શુભારંભ માટે ગુજરાતના મહેમાન બન્યા છે. કોન્ફરન્સમં ભાગ લેવા ગુજરાત પહોંચેલા રાષ્ટ્રપતિ અને રાજ્યપાલે વડોદરા એરપોર્ટ પર જ કોરોનાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વડોદરા એરપોર્ટ પર વડોદરાના મેયર જીગીશાબેન શેઠ સાથે વાત કરી હતી. મેયર પાસેથી વડોદરાની કોવિડની સ્થિતિની માહિતી મેળવી હતી. તો સાથે જ કોવિડના દર્દીઓ અને કોવિડ સારવાર માટેની વ્યવસ્થા વિશે પણ મેળવી માહિતી હતી.
આ પણ વાંચો : કરફ્યૂ અને લોકડાઉનને લઈને ગુજરાત સરકારનું મોટું નિવેદન
I am honoured to address this august gathering. This land belongs to Sardar Vallabh Bhai Patel who played a very important role in the composition of the Indian Constitution: Lok Sabha Speaker Om Birla, at the 80th All India Presiding Officers’ Conference in Kevadia, Gujarat pic.twitter.com/rtTfIL9Wk6
— ANI (@ANI) November 25, 2020
તો આવતીકાલે 26 નવેમ્બરના રોજ સંવિધાન દિવસ પર પીએમ મોદી કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે. બે દિવસીય સ્પીકર કોન્ફરન્સમા તમામ રાજ્યોના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર તથા 27 વિધાનસભા અને વિધાન પરિષદના પ્રિસાઇડિંગ ઓફિસર હાજરી આપશે. આ સંમેલનમાં સબ લોકશાહી માટે વિધાયિકા કાર્યપાલિકા તથા ન્યાય પાલિકાનાં આ દર્શનનો સમય કરવા વિશે ચર્ચા થશે. તેમજ સંમેલનમાં અનેકવિધ પ્રવર્તમાન વિષયો ઉપર વિચાર વિમર્શ માટે 3 અલગ અલગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન સ્થિતિમાં દેશમાં પ્રજાતંત્ર અને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો સાંસદ વિધાનસભા વહીવટીતંત્ર અને ન્યાયતંત્રની વચ્ચેના સહયોગ માટે ચર્ચા વિચારણા થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે