હે રામ! ચાલતી ટ્રેનમાં ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો, પછી જે બન્યું જાતે જ VIDEOમાં જુઓ...

આજે સવારે જબલપુર સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 8:40 કલાકે ટ્રેન રવાના થઈ હતી. ત્યારે કોચ નંબર 3 માં એક મહિલા પેસેન્જર દોડતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા પગ લપચી જતા મહિલા ઢસડાઈ પડી હતી.

હે રામ! ચાલતી ટ્રેનમાં ચઢવા જતા મહિલાનો પગ લપસ્યો, પછી જે બન્યું જાતે જ VIDEOમાં જુઓ...

મૌલિક ધામેચા/અમદાવાદ: રાજ્યમાં ટ્રેનમાં ચડતી વખતે અનેક દુર્ઘટનાઓ થતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. કાલુપુર સ્ટેશન પર આજે ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક મહિલાનો પગ લપસ્યો હતો. ટ્રેનમાંથી પડી ગયેલી મહિલાનો જીવ RPFની લેડી કોન્સ્ટેબલે અજીબોગરીબ રીતે બચાવ્યો હતો. આ બનાવ અંગેના CCTV ફુટેજ હાલ સામે આવ્યા છે.

આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, આજે સવારે જબલપુર સોમનાથ એક્સપ્રેસ અમદાવાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરથી 8:40 કલાકે ટ્રેન રવાના થઈ હતી. ત્યારે કોચ નંબર 3 માં એક મહિલા પેસેન્જર દોડતી ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા પગ લપચી જતા મહિલા ઢસડાઈ પડી હતી. ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યામાં મહિલા ફસાઈ જતા જ મહિલા કોન્સ્ટેબલની નજર પડતા તે તાત્કાલિક દોડીને મહિલાને ખેંચી લીધી હતી. જેના કારણે મહિલાનો જીવ બચી ગયો હતો. આ મહિલા કોન્સ્ટેબલનું નામ મંદાકિની પરમાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) July 13, 2022

મહિલાની ઉંમર અંદાજિત 37 વર્ષની આસપાસ છે અને તે મધ્યપ્રદેશની હોવાનું જાણવા મળ્યું હતું. આ દુર્ઘટનામાં મહિલાને કોઈ ઈજા થઈ નથી.

મહત્વનું છે કે, કાલુપુર રેલવે સ્ટેશન સ્ટેશન પર બનેલી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટ્રેન દોડી રહી છે અને મહિલા દોડતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરે છે અને ચાલુ ટ્રેનમાં ચડતી વખતે તેનો પગ લપસી જાય છે. મહિલાનો પગ લપચી જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં ફસાઈ જાય છે. પરંતુ મહિલા કર્મચારીએ તેને ખેંચી લીધી હતી અને તેનો જીવ બચાવી લીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news