અમદાવાદ અકસ્માત: હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળી, આખા ગામનું હૈયાફાટ રુદન

ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટના એ 9 લોકો નો ભોગ લીધો છે.જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સામેલ હતાં.આ ઘટના ને 48 કલાક ઉપરાંત નો સમય વીત્યા બાદ હવે જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકો ના મૃતદેહો ને તેમના વતન માં મોકલવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી.

અમદાવાદ અકસ્માત: હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળી, આખા ગામનું હૈયાફાટ રુદન

જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ: અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન વચ્ચે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી,ગતરોજ સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ જવાન જશવંતસિંહ ચૌહાણના વતન સાંપા ગામે અંતિમસંસ્કાર કરાયા હતાં,નાનકડા ગામમાં અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢ્યું હતું.

અમદાવાદના ઇસ્કોન બ્રિજ કાર અકસ્માતની ગમખ્વાર ઘટના એ 9 લોકો નો ભોગ લીધો છે.જેમાં વિદ્યાર્થીઓ સહિત પોલીસ જવાનો પણ સામેલ હતાં.આ ઘટના ને 48 કલાક ઉપરાંત નો સમય વીત્યા બાદ હવે જરૂરી તમામ કાર્યવાહી પૂર્ણ કરી તમામ મૃતકો ના મૃતદેહો ને તેમના વતન માં મોકલવા ની કામગીરી હાથ ધરવા માં આવી હતી.મોડી રાત્રે તમામ મૃતદેહો વતને પહોંચતા જ પરિવારજનો ના હૈયાફાટ રુદન વચ્ચે અંતિમ ક્રિયા હાથ ધરવા માં આવી હતી.મૃતકો માં એક ટ્રાકીક પોલીસ જશવંતસિંહ મૂળ પંચમહાલ જિલ્લા ના સાંપા ગામ ના હતા.જ્યાં ભારે આક્રંદ અને હૈયાફાટ રુદન વચ્ચે જશવંતસિંહ ની અંતિમવિધિ કરવા માં આવી હતી.

મૂળ સાંપા ગામના વતની જશવંતસિંહ ચૌહાણ એસજી હાઇવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા.નિત્યક્રમ મુજબ જશવંતસિંહ પત્ની અને બાળકોને મળી ડ્યુટી પર પહોંચ્યા હતા.જશવંતસિંહ ઇસ્કોન બ્રિજ પર ઉભા હતા ત્યારે જ્યાં કાળ બની ને આવેલી જેગુઆર કાર ઇસ્કોન બ્રિજ પર ઉભેલા જશવંતસિંહ સહિત 11 લોકોને ભરખી ગઈ હતી.

ગમખ્વાર અકસ્માતમાં જશવંતસિંહ ચૌહાણનું પણ ફરજ પર જ મૃત્યુ થયું છે.53 વર્ષીય જશવંતસિંહ નું મૃત્યુ થતા નાના સરખા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.જ્યારે પરિવારે એક માત્ર કમાનારનો આધાર ગુમાવ્યો છે.મૃતક જશવંતસિંહના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે.પત્ની રમીલાબેન તેમજ ૨૨ વર્ષીય પુત્ર અમુલ અને ૧૯ વર્ષીય પુત્રી જાગૃતિ જે અમદાવાદ ખાતે રહેતા હતા. જ્યારે જશવંતસિંહના માતા પિતા અને ભાઈ તેમના વતન પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંપા ગામે રહેતા હતા.

ખોબા જેવડા સાંપા ગામ માં જશવંતસિંહના મૃત્યુના સમાચાર મળતા જાણે આખા ગામ માં સોપો પડી ગયો હોય તેમ ગમગીની છવાઈ ગઈ હતી.સ્પોર્ટ્સ વિલેજ તરીકે ઓળખાતા સાંપા ગામમાં જાણે માતમ છવાયો હોય તેમ આખું ગામ હિબકે ચડ્યું હતું. આજરોજ મૃતક જશવંતસિંહ ચૌહાણની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચઢયું હતું, અત્રે ઉલ્લેખનીય છેકે જશવંતસિંહ પોલીસમાં નોકરી લાગ્યા બાદ છેલ્લા અંદાજીત 25 વર્ષ ઉપરાંતના સમયથી અમદાવાદ સ્થાયી થયેલા હતાં.સરખેજ પોલીસ સ્ટેશનમાં ઘણા વર્ષો ફરજ બજાવ્યા બાદ છેલ્લા અંદાજીત 7 થી 8 વર્ષ થી જશવંતસિંહ એસજી હાઈવે-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતાં.

ઝી 24 કલાક જશવંતસિંહ ચૌહાણ ની અંતિમ વિધિ બાદ તેમના ઘરે પહોંચ્યું ત્યારે ઘર અને પરિવારની સ્થિતિ જોતા કોઈ પણ ભાવુક થઈ જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા.ટ્રાફિક પોલીસ જવાન તરીકે નોકરી કરતા જશવંતસિંહ નું ગામ નું ઘર એકદમ જર્જરિત અને નળીયા વાળું કાચું મકાન હતું.25 વર્ષ સુધી નોકરી કર્યા બાદ જશવંતસિંહ પોતાનું ઘર પાકું નહોતા બનાવી શક્યા જે તેમની ઈમાનદારી અને ફરજ અને નિષ્ઠા ની ચાડી ખાય છે.

જશવંતસિંહ એ પોતે પરિવાર માટે સપના જોયા હતા.પુત્ર અને પુત્રી ના લગ્ન કરવા અને વતન માં ઘર બનાવવું આ બે મોટા સ્વપ્ન સેવ્યા હતાં.પરંતુ હવે આ તમામ સપના ચકનાચૂર થઈ ગયા હતાં.પરિવાર નો એક માત્ર કમાનાર આધાર છીનવાઈ જતા પરિવાર હવે કેવી રીતે નિર્વાહ કરશે તે પણ પ્રશ્ન પરિવાર ના મોભી એવા જશવંતસિંહ ના પિતા ને કોરી ખાઈ રહ્યો છે.જશવંતસિંહ ના પિતા પત્ની, બાળકો અને ગ્રામજનો આરોપી તથ્ય પટેલ ને ફાંસી ની સજા થાય તેવી માંગણી સાથે સરકાર પરિવરજનો ને પણ યોગ્ય સહાય કરે તેવી માંગણી કરી રહ્યા છે

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news