AHMEDABAD: મોજશોખ પુરા કરવા માટે અડધા અમદાવાદને માથે લેનારી ટોળકીનો પર્દાફાશ

AHMEDABAD: મોજશોખ પુરા કરવા માટે અડધા અમદાવાદને માથે લેનારી ટોળકીનો પર્દાફાશ

*અમદાવાદ લોકલ ક્રાઇમ બ્રાંચે બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો
* ચાર આરોપીની ધરપકડ કરી 13 ચોરીના બાઇકો રિકવર કર્યા
* મોજશોખ પુરા કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કરતા હતા બાઈક ચોરી
* બાઈક ચોરી કરતી ટોળકી માં બે ચોર અને બે રીસીવર ની ધરપકડ
* રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા

 

ઉદય રંજન/અમદાવાદ : કહેવાય છે કે મોજશોખ એટલા જ રાખવા જોઇએ કે જેટલા તમે પૂરા કરી શકો. 5665પણ અમદાવાદ લોકલ ક્રાઈમ બ્રાંચ ના હાથમાં ઝડપાયેલી બાઇકચોર ગેંગ ના સપના બેફામ મોજશોખ કરવાના હતા. તે જ મોજશોખની આદતો તેમને બનાવી દીધા અપરાધી. 13 ચોરીના બાઈક સાથે ઝડપાયેલા ચાર આરોપીઓની દાસ્તાન ફિલ્મી છે. 

લોકલ ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં દેખાતા આરોપી એકટીવા ચોરી કરવામાં માહેર છે. છેલ્લા ઘણા વર્ષોથી પોતાના મોજશોખ પૂરા કરવા માટે આરોપીઓ એકટીવા ચોરી કરતા. બાદમાં ધોળકા પાસે બે રીસીવરને વેચી નાખતા. આ ઘટનાની જાણ અમદાવાદ એલસીબીને થતા પોલીસે વોચ ગોઠવી બાઈક ચોરી કરતી ગેંગના ચાર શખ્સોને ઝડપી મોટી સફળતા મેળવી છે.

સંખ્યાબંધ બાઈક ચોરી કરીને મોજશોખ પુરા કરતી આ ગેંગના મુખ્ય સૂત્રધારની વાત કરીએ તો આરોપીની ડાબી તરફથી માજીદ અને રફીક ચોરી કરવાના માસ્ટરમાઈન્ડ છે. લોક ખુલ્લું હોય તેવી એકટીવા દોરીને આગળ લઈ જવી અને ત્યારબાદ ઇગ્નિશિયનના વાયર જોઈન્ટ કરી બાઇકની ચોરી કરતા. શરૂઆતમાં એક બે બાઈકની ચોરી કરવામાં સફળતા મળતા તેમણે એક પછી એક સંખ્યાબંધ બાઇકની ચોરી કરી. ભેજાબાજ આરોપીઓ અમદાવાદમાંથી ચોરી કરેલી બાઇકો ધોળકામાં રહેતા રીસીવર યાસીન અને અસ્ફાકને વેચી રૂપિયા ઉડાવતા હતા. પરંતુ કહેવાય છે ને કે પાપનો ઘડો છાપરે ચડીને પોકારે. આ કિસ્સામાં પણ કંઈક આવું જ થયું. 

બાઈક ચોરી કરતી ગેંગની કરતુંતો લોકલ ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી અને ટ્રેપ ગોઠવીને ચારે આરોપીઓને રંગેહાથ ચોરીની બાઇક ખરીદ વેચાણ કરતા ઝડપી પાડયા. હાલ આ ગેંગના ચારેય આરોપીઓની પૂછપરછમાં ચોરીની 13 એક્ટિવા રિકવર કરાઈ છે. પરંતુ આ ભેજાબાજ ટોળકીના રિમાન્ડ દરમિયાન વધુ ગુનાના ભેદ ખૂલે તેવી શક્યતા પોલીસ સેવી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news