વડોદરાની સેન્ટ્રલ જેલમાં થઈ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણિયાની હત્યા

વડોદરા સેન્ટ્રલ જેલમાં ગેંગવોરની ઘટના બની. અજ્જુ કાણિયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો 

વડોદરાની સેન્ટ્રલ જેલમાં થઈ કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણિયાની હત્યા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાની સેન્ટ્રલ જેલમાં કુખ્યાત ખંડણીખોર અજજુ કાણિયાની હત્યા થઈ છે. અજજુ કાણિયાના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઈ જવાયો હતો. ત્યારે સયાજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ટોળા ભેગા થયા હતા. સયાજી હોસ્પિટલમાં માહોલ તંગ બન્યો હતો. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકાયો હતો. ખંડણીખોર અજજુ કાણિયા (ajju kaniya) સામે ખંડણી, મારામારી, હત્યા, હત્યાનો પ્રયાસ સહિત 40 ગુનાઓ દાખલ થયા હતા. 

અજ્જુને અનેકવાર જેલ થઈ છે 
વડોદરા સેન્ટ્રલ જેલમાં ગેંગવોરની ઘટના બની છે. આ ગેંગવોરમાં કુખ્યાત ખંડણીખોર અજ્જુ કાણિયાની હત્યા કરવામાં આવી છે. અજ્જુ કાણિયાના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. સેન્ટ્રલ જેલમાં જ બે ગ્રૂપ વચ્ચે કોઈક કારણસર થઇ મારામારી થઈ હતી, જેમા અજ્જુની હત્યા કરાઈ છે. પાણીગેટ ખાનગા મહોલ્લામાં માસુમ ચેમ્બર ખાતે રહેતો અઝરૃદ્દિન ઉર્ફે અજ્જુ કાણિયા સામે અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ, મારામારી, ધમકી, ખંડણી, રાયોટિંગ અને જુગાર સહિતના 40 ગુના નોંધાયા છે. અજ્જુ કાણિયાએ અનેક વેપારીઓ પાસેથી ખંડણી માંગી હતી. વિવિધ કેસમાં તેને અનેકવાર જેલ થઈ ચૂકી છે. તો ત્રણવાર તડીપાર પણ થઈ ચૂક્યો છે.  

જેલમાં ગેંગવોરમાં થઈ હતી હત્યા
જેલમાં અજ્જુ કાણિયા અને હત્યાનો આરોપી સાહિલ પરમાર વચ્ચે લાંબા સમયથી અસ્તિત્વની લડાઈ ચાલી રહી હતી. મંગળવારે બંને વચ્ચે લડાઈ પણ થઈ હતી. જેના બાદ સાહીલે લોખંડનું પતરુ અજ્જુના ગળા પર માર્યું હતુ. ઘાયલ અજ્જુને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બે વર્ષ પહેલા વડોદરા પોલીસે અજ્જુનો જાહેરમાં વરઘોડો પણ કાઢ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news