ફેરાના કલાકો પહેલા પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનુ અકસ્માતમાં મોત

આબુરોડના માવલ ગામના રબારી પરિવારમાં લગ્ન લેવાયેલા હોવાથી ખુશીનો માહોલ છવાયેલો હતો. ઘરમાં તોરણો બંધાયા હતા, બધી તૈયારીઓ થઈ રહી હતી, ત્યા જ વરરાજાનુ મોત થતા જ્યા મંગળ ગીતો ગાવાના હતા, ત્યા હવે માતમ છવાઈ ગયો હતો. વરરાજા પોતાના ફોઈના છોકરા સાથે લગ્નની કંકોત્રી આપવા ગયો હતો, ત્યા અકસ્માતમા બંનેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્ય છે. 
ફેરાના કલાકો પહેલા પોતાના લગ્નની કંકોત્રી વહેંચવા નીકળેલા વરરાજાનુ અકસ્માતમાં મોત

ઝી મીડિયા/બ્યૂરો :આબુરોડના માવલ ગામના રબારી પરિવારમાં લગ્ન લેવાયેલા હોવાથી ખુશીનો માહોલ છવાયેલો હતો. ઘરમાં તોરણો બંધાયા હતા, બધી તૈયારીઓ થઈ રહી હતી, ત્યા જ વરરાજાનુ મોત થતા જ્યા મંગળ ગીતો ગાવાના હતા, ત્યા હવે માતમ છવાઈ ગયો હતો. વરરાજા પોતાના ફોઈના છોકરા સાથે લગ્નની કંકોત્રી આપવા ગયો હતો, ત્યા અકસ્માતમા બંનેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્ય છે. 

બન્યુ એમ હતુ કે, આબુ રોડ પર માવલ ગામમાં શંકરભાઈ રબારીના લગ્ન લેવાયા હતા. 22 વર્ષીય યુવક શંકરના લગ્ન ચંદ્રાવતી ગામની યુવતી સાથે નક્કી થયા હતા. 11 ફેબ્રુઆરીએ ચંદ્રાવતી ગામમાં લગ્ન લેવાયા હતા. જે ગામમાં શંકર જાન લઈને આવવાનો હતો, તે જ ગામમાં શંકર અને તેના ફોઈના છોકરાનુ મોત નિપજ્યુ છે. આબુ રોડ પર ચંદ્રાવતી બ્રિજ પાસે અજાણ્યા વાહને બંનેને ટક્કર મારી હતી. જેમાં બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. 

આ ઘટનાને પગલે સ્થાનિક લોકો એકઠા થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, શંકર રબારી બ્રિજ પરથી નીચ પટકાયો હતો, પરંતુ તેનો પિતરાઈ ભાઈ થાનારામનો મૃતદેહ બ્રિજ પર જ લટકતી અવસ્થામા હતો. જેથી જોનારામા પણ અરેરાટી ફેલાઈ ગઈ હતી. 

પરિવારે એકસાથે બે દીકરા ગુમાવ્યા હતા. જેથી પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. લગ્નની તૈયારીઓ વચ્ચે થયેલા અકસ્માતથી ત્રણેય પરિવારમાં માતમ છવાઈ ગયા હતા. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news