Uric Acid: સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો અને સોજો તુરંત મટશે

Uric Acid: શરીરમાં ગંભીર સમસ્યા વધી જાય તે પહેલા યુરિક એસિડને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. સારી વાત એ છે કે યુરિક એસિડના લેવલને તમે જીવનશૈલીમાં ફેરફાર કરીને અને આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને કંટ્રોલ કરી શકો છો.

Uric Acid: સાંધામાં જામેલા યુરિક એસિડને તોડીને બહાર કાઢી નાખશે આ વસ્તુ, દુખાવો અને સોજો તુરંત મટશે

Uric Acid: આધુનિક જીવનશૈલીમાં યુરિક એસિડની સમસ્યાથી અનેક લોકો પરેશાન જોવા મળે છે. યુરિક એસિડ શરીરમાં રહેલો અપશિષ્ટ પદાર્થ છે, જે પ્યુરીન નામના કેમિકલના તૂટવાથી બને છે. સામાન્ય રીતે કિડની તેને ફિલ્ટર કરીને શરીરની બહાર કાઢે છે પરંતુ જ્યારે કિડની આ કામ કરી શકતી નથી ત્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા લાગે છે. જો શરીરમાં યુરિક એસિડ વધવા લાગે તો તે સાંધાની આસપાસ ક્રિસ્ટલ તરીકે જામી જાય છે. જેના કારણે સાંધામાં દુખાવો, સોજો અને હલનચલનમાં તકલીફ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

જે લોકોના શરીરમાં યુરિક એસિડ સતત વધારે રહેતું હોય તેમને ગાઉટ, આર્થરાઇટિસ અને પથરી જેવી સમસ્યા થવાનું જોખમ પણ વધારે હોય છે. શરીરમાં ગંભીર સમસ્યા વધી જાય તે પહેલા યુરિક એસિડને કંટ્રોલ કરવું જરૂરી હોય છે. સારી વાત એ છે કે યુરિક એસિડના લેવલને તમે જીવનશૈલીમાં ફેરફાર કરીને અને આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીને કંટ્રોલ કરી શકો છો. આજે તમને આવો જ એક સરળ ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઉપાય કરવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે. 

શરીરમાં યુરિક એસિડ ઘટાડશે અજમા

યુરિક એસિડનું સ્તર કંટ્રોલ કરવા માટે અજમા ફાયદાકારક સાબિત થઈ શકે છે. અજમા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તે યુરિક એસિડને ઘટાડવામાં મદદ કરે છે. અજમાના કારણે સાંધાના દુખાવા અને સોજાથી પણ રાહત મળી શકે છે. અજમાનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળવા લાગે છે. અજમાનુ સેવન નિયમિત રીતે કરવાથી યુરિક એસિડની સમસ્યામાં રાહત થઈ શકે છે. 

યુરિક એસિડમાં કેવી રીતે કરવું અજમાનું સેવન ?

શરીરમાં યુરિક એસિડને કંટ્રોલ કરવું હોય તો અજમાનું પાણી રોજ પીવાનું રાખો. તેના માટે એક ચમચી અજમાને પાણીમાં રાત્રે પલાળી દેવા. સવારે આ પાણીને ગાળીને પી લેવું. જો તમે ઈચ્છો તો પાણીને ઉકાળી અને ગરમ કરીને પણ પી શકો છો. નિયમિત રીતે ખાલી પેટ અજમાનું પાણી પીવાથી યુરિક એસિડને ઝડપથી કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news