વડોદરાના પાદરામાં મહિલાએ લૂંટની ફરિયાદ કરી, પોલીસ તપાસમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યું
Trending Photos
મિતેશ માળી/પાદરા : શહેરમાં થયેલી ચકચારી લૂંટની ફરિયાદને ઉકેલવામાં પાદરા પોલીસને સફળતા મળી છે. જો કે ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સમગ્ર લૂંટના બનાવની ફરિયાદ કરનારી મહિલા જ આરોપી નીકળી હતી. પોલીસ તપાસમાં મહિલાએ લૂંટનો ગુનો કબૂલી પણ લીધો છે. લૂંટ કરીને ઘરના વિવિધ વિસ્તારમાં મુકેલ મુદ્દામાલ પોલીસ સમક્ષ આરોપી મહિલાએ બતાવ્યો. પાદરા પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાદરાના અંબાશકરી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં લૂંટ થયાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધવા પામી હતી. જેને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જે રીતે ધોળા દિવસે બનેલી ઘટના માં પાદરા પોલીસ આભ જમીન કરી લૂંટારુઓ સુધી પહોંચવા માટે પોલીસે તપાસ માટે તમામ ટિમોને કામે લગાડી હતી. રાત્રી દરમિયાન ડોગ સ્કવોર્ડ એફ એસ એલ સહિતની ટિમોએ તપાસ કરવા છતાં પણ પોલીસના હાથે લૂંટારુઓ હાથે નહોતા લાગ્યા. જો કે મહિલાના વર્ણન અનુસાર કોઈ પગેરું મળ્યું ન હતું. જો કે પાદરા પોલીસની તપાસમાં આખરે લૂંટમાં ફરિયાદી પોતે જ આરોપી નિકળ્યો હતો.
આખરે મહિલાની ઉલટ તપાસમાં બનાવટી લૂંટનો ભેદ ખુલ્યો હતો. સખી મંડળમાંથી લીધેલી લોનના નાણાં નહિ ચુકવી શકતા મહિલાએ લૂંટ થઈ હોવાનું તરક્ત રચ્યું હતું. સમગ્ર બનાવને ઉપજાવી કાઢવા ઘરનો કોઈ સદશ્ય ઘરે ન હોઈ તેવો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ઘરના દાગીના અને રોકડ રકમ મકાનની આસપાસ જ સંતાડી દીધા હતા. પરિવાર ઘરે આવ્યો ત્યારે લૂંટ થઈ હોવાનું દ્રશ્યમાન ઉભું કર્યું હતું.
જ્યારે પાદરા પોલીસે જ્યારે મહિલા ની ઉલટ તપાસ કરતા ની સાથે જ આરોપી મહિલા તૂટી જવા પામી હતી અને પોલીસ સમક્ષ મહિલા એ આખરે સમગ્ર ઘટના માં આરોપી પોતે જ હોઈ તેમ જણાવ્યું હતું ત્યારે પોલીસ પણ આખરે હાશકારો મેડવુંઓ હતો .. પાદરા પોલીસે સમગ્ર મામલે મહિલા ને સાથે રાખી દાગીના જે તે સ્થળ પર મુખ્ય હતા ત્યાં તમામ જગ્યાઓ પર રિકનતર્કસન કરી મુદ્દામાલ મેળવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે