કચ્છના કંઢેરાઈ ગામમાં 33 કલાક સુધી બોરવેલમાં ફસાયેલી યુવતી જિંદગી સામેનો જંગ હારી
ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે વહેલી સવારે છ વાગ્યા આસપાસ એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. આ યુવતીને બચાવવા માટે આશરે 33 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
Trending Photos
કચ્છઃ કચ્છ જિલ્લાના ભુજના કંઢેરાઈ ગામે એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. આશરે 33 કલાક બાદ બોરવેલમાંથી બહાર કાઢવામાં આવેલી યુવતીનું મૃત્યુ થયું છે. યુવતીને બચાવવા માટે સ્થાનિક તંત્ર, NDRF, SDRF, સેના, ડિઝાસ્ટર, ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ 33 કલાકની મહા મહેનત બાદ પણ યુવતીનો જીવ બચાવી શકાયો નહીં.
કચ્છના ભૂજના કંઢેરાઈ ગામે બોરવેલમાં પડી ગયેલા યુવતીને બહાર કાઢવામાં તંત્રને 34 કલાકના રેસ્ક્યૂ પછી સફળતા મળી છે. જો કે 22 વર્ષીય ઈન્દ્રા મિણા નામની યુવતીએ બોરવેલમાં જ દમ તોડ્યો હતો...કલાકો સુધી બોરવેલમાં ફસાઈ જવાના લીધે યુવતીનું શરીર ફૂલાઈ ગયું હતું. યુવતીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોક ફેલાયો છે...ત્યારે સવાલ એ થાય છે કે યુવતીનું બોરવેલમાં પડી જવાથી મોત થયું,કે પછી યુવતીએ આપઘાત કર્યો કે યુવતીની હત્યા કરાઈ.આગામી દિવસોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી સાચુ કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યાના અરસામાં એક યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. જે યુવતીને બચાવવા તંત્રએ ખૂબ જ મહેનત કરી હતી.પરંતુ જીવતી ન બચાવી શકાઈ.
34 કલાક મોત સામે ઝઝૂમ્યા બાદ કચ્છના ભુજમાં બોરવેલમાં પડેલી યુવતીનું કરુણ મોત, પરિવારમાં શોકની લાગણી#Gujarat #Kutch #BreakingNews pic.twitter.com/SLfF5jX4t2
— Zee 24 Kalak (@Zee24Kalak) January 7, 2025
શું છે ઘટના
ભુજ તાલુકાના કંઢેરાઇ ગામે બોરવેલમાં 22 વર્ષીય યુવતી પડી જવાનો મામલો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા યુવતીનો જીવ બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 33 કલાક બાદ યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી પરંતુ તેનો જીવ બચાવી શકાયો નહીં. યુવતી હજી પણ 33 કલાકથી વધુ સમયથી બોરવેલમાં ફસાયેલી રહી હતી. તે 540 ફૂટ ઉંડા બોરવેડમાં ખાબકી હતી. જેના બાદ NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ચાલુ રેસ્ક્યુ ઓપરેશન વચ્ચે એક દિલધડક ઘટના બની હતી. મોડી રાત્રે યુવતીને બોરવેલમાં બહાર કાઢવાને માત્ર 60 ફુટ બાકી હતા, ત્યારે અચાનક રેસ્ક્યુ સાધનોમાં છટકી જતા યુવતી ફરી બોરવેલમાં નીચે પડી હતી. પરંતુ હવે યુવતીનો મૃતદેહ બહાર આવ્યો છે.
ગ્રામમાં શોકનો માહોલ છવાયો
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે સોમવારે સવારે છ કલાક આસપાસ એક યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. આ બોરવેલ આશરે 540 ફૂટ ઊંડો હતો. ખેતમજૂરી કરતા પરિવારની દીકરીનું બોરવેલમાં પડી જવાથી મોત થયા બાદ ગામમાં ગમગીની છવાઈ છે. બોરવેલમાં પડવાના સમાચાર મળતા ગ્રામજનો સોમવારે સવારથી ઘટનાસ્થળે હાજર જોવા મળ્યા હતા. લોકો દ્વારા દીકરીનો જીવ બચે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે