ગુજરાતના ગોધરાને મેડિકલ કોલેજની ભેટ, 325 કરોડના ખર્ચે બનશે અત્યાધુનિક હોસ્પિટલ
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર : મેડિકલ કોલેજ ના સંદર્ભે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ લાઈવ આવ્યા હતા. ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તરફથી ગુજરાત આરોગ્ય વિભાગ ને એક પત્ર મળ્યો છે. આ પત્રની વિગતો પ્રમાણે ગુજરાત સરકારે અગાઉ ભારત સરકારની યોજના અંતર્ગત 75 જિલ્લા માં મેડિકલ કોલેજો નથી ત્યાં મેડિકલ કોલેજ શરૂ કરવા ની જાણકારી છે. કેન્દ્ર સરકારે આપણી પાસે દરખાસ્ત માંગી હતી રાજ્ય સરકાર તરફથી પ્રથમ ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. જેમાં નવસારી રાજપીપળા અને પોરબંદર નો સમાવેશ થાય છે મને આનંદ છે ભારત સરકાર આવ અગાઉ આ ત્રણેય કોલેજને મંજૂરી આપી હતી.
ત્યારબાદ આપણે બીજી ત્રણ નવી મેડિકલ કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરી હતી. પંચમહાલના ગોધરામાં મેડિકલ કોલેજ બનાવવાની દરખાસ્ત કરી હતી. ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પંચમહાલ ગોધરા શહેરમાં નવી મેડિકલ કોલેજ બનાવવાની મંજૂરી આપતો પત્ર મળ્યો છે. ૩૨૫ કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ૬૦ ટકા રકમ ભારત સરકાર અને ૪૦ ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. અત્યારે ગોધરાની જિલ્લા સરકારી હોસ્પિટલને અપગ્રેડ કરવામાં આવશે એના માટેનો ખર્ચ પણ આ 325 કરોડ ખર્ચમાં આવી જાય છે.
ગુજરાતના વધુ 100 વિદ્યાર્થીઓને મેડિકલની સીટનો લાભ મળશે. આ વર્ષ શરૂ કરી દેવામાં આવશે. 33 મેડિકલ કોલેજો ગુજરાતમાં થશે અને ૬૦૦૦ મેડિકલના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની સગવડ મળશે. હજુ વધારાની 2 મેડિકલ કોલેજની દરખાસ્ત સરકારમાં પડી છે. જેમાં એક મોરબી ખાતે અને એક બીજી ખંભાળીયા ખાતે મેડિકલ કોલેજની માંગણી રાજ્ય સરકારે કરી છે. સમગ્ર રાજ્યમાં તમામ જગ્યાએ મેડિકલ કોલેજો અને હોસ્પિટલો હશે. સચિવાલયના વિભાગમાં કે કાર્યાલયમા કોઈ પોઝિટિવ આવે તો કન્ટેનમેન્ટ કરવાની જરૂર રહેતી નથી. કર્મચારીઓ આવતા જતા રહેતા હોય છે.
જસદણમાં આરોગ્ય અધિકારીઓ વિરુદ્ધ કુંવરજી બાવળીયાની રજુઆત અંગે સ્પષ્ટતા
મંત્રી કુંવરજી બાવળીયાએ ગઈકાલે ચર્ચા કરીને માહિતી આપી હતી તેમણે પણ જોઈએ છે હકીકત તેનાથી જુદી છે. કુંવરજીભાઇ એ પત્ર લખ્યો હોય તો મારા ધ્યાનમાં આવ્યો નથી એ એમની કામગીરીમાં વ્યસ્ત હોય હું મારી કામગીરીમાં વ્યસ્ત છું. જસદણ અને વીંછિયા બંનેને લગતી એમની જે રજૂઆત હતી. જિલ્લા આરોગ્ય અધિકારીઓ કામગીરી યોગ્ય કરતા નથી. મેં જવાબદાર જિલ્લાના સિનિયર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી, તેમણે જણાવ્યું કે બંને સંપૂર્ણ નિષ્ઠાથી કામગીરી કરે છે છતાં પણ મેં અધિકારીઓને કીધું છે. જસદણ અને વીંછિયામાં શું પરિસ્થિતિ છે તે અંગેનો અહેવાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે માગ્યો હતો. જસદણ અને વીંછિયા તાલુકાના નાગરિકોને કોરોના કે ગંભીર બીમારી થાય આરોગ્ય વિભાગે તમામ વ્યવસ્થા કરી છે. ગમે તે કારણસર મંત્રી કુંવરજી બાવળીયાએ આવું કીધું હોય પણ વાસ્તવિકતા તેવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે