પાયલોટ બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સરકારની મોટી ભેટ, આ પ્રકારે થશે ખાસ ટ્રેનિંગ
ગુજરાત નિદેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફલાઈટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી ઇન્સ્ટોલ કરાયેલા બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું સંચાલન કરવામાં આવશે.
Trending Photos
* બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું સંચાલન કરવામાં આવશે
* અમદાવાદ (Zen Air) ખાતે સંચાલન શરૂ કરાયું છે. આ સિમ્યુલેટરની મદદથી કેડેટ્સને મહત્વનો લાભ થશે
અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાત નિદેશાલયમાં પ્રથમ વખત અમદાવાદ અને વડોદરા ખાતે કેડેટ્સને તાલીમ આપવાના હેતુથી બે ફલાઈટ સિમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યા. રાજ્યના શિક્ષણ વિભાગના સહયોગથી ઇન્સ્ટોલ કરાયેલા બે પ્રકારના માઇક્રોલાઇટ્સ ZEN એર CH701 અને Virus SW80નું સંચાલન કરવામાં આવશે. ગુજરાત એર સ્ક્વોડ્રન, વડોદરા (Virus) ખાતે એક અને ગુજરાત એર સ્ક્વોડ્રન, અમદાવાદ (Zen Air) ખાતે સંચાલન શરૂ કરાયું છે. આ સિમ્યુલેટરની મદદથી કેડેટ્સને મહત્વનો લાભ થશે કારણ કે ફલાઇટ સિમ્યુલેટર ગ્રાઉન્ડ સ્તરે સલામતી સાથે વધુ અનુભવી પાઈલટ્સને ઇમરજન્સી પ્રક્રિયાઓ અથવા અસામાન્ય પરિસ્થિતિ માટે પ્રેક્ટિસ કરવા માટે મદદરૂપ થઇ શકશે.
ફલાઇટ સિમ્યુલેટરની ડિઝાઇન અને કંટ્રોલ્સ વાસ્તવિક માઇક્રોલાઇટ્સની અદ્દલ સમાન છે. આ વિશે વધુ માહિતી આપતા મેજર જનરલ રોય જોસેફ, એડિશનલ ડાયરેક્ટર જનરલ NCCએ જણાવ્યું હતું કે કેડેટ્સને તાલીમ મળી રહે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેડેટ્સનો આત્મવિશ્વાસ વધે તે માટે તેમને 50 ટકા ભાગની ટ્રેઇનિંગ સિમ્યુલેટર પર કરાવવામાં આવશે, ત્યારબાદ બાકીની ટ્રેઇનિંગ ફિલ્ડ પર એરક્રાફ્ટમાં આપવામાં આવશે. સિમ્યુલેટરની સુવિધા ઉપલબ્ધ થતા કેડેટ્સને તાલીમ આપવા માટેના નવા માધ્યમ ઉપલબ્ધ થયા છે. સાથે જ યુવાનોને ઉડ્ડયન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવામાં પણ મહત્વપૂર્ણ નીવડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે