અસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળી

Surat Crime News : સુરતમાં પોલીસે બનાવટી બે કરોડથી વધુની નોટો સાથે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા, રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી

અસલી વચ્ચે નકલી નોટ મૂકીને માર્કેટમાં ફરતી કરવાનું કૌભાંડ! 2,56,48,000 કરોડની નકલી નોટ મળી

Surat News પ્રશાંત ઢીવરે/સુરત : સુરતમાં સારોલી પોલીસને મોટી સફળતા મળી છે. દેશના અર્થતંત્રને ખોખલું કરવાના બદઈરાદાથી બનાવટી કરન્સી માર્કેટમાં ફરતા કરવાના વધુ એક ષડયંત્રનો પોલીસે પર્દાફાશ કર્યો છે. નિયોલ ચેકપોસ્ટ પરથી અહદનગરના બે અને પુણેના એક યુવકને પકડી પડી તેઓ પાસેથી રૂપિયા 2.56 કરોડથી વધુની બનાવટી નોટ કબ્જે કરી છે. રૂપિયા.૫૦૦-૨૦૦ના બંડલોમાં પહેલી અને છેલ્લી અસલી નોટ વચ્ચે ચિલ્ડ્રન બેંક લખેલી નોટો મુકી દેવાઇ હતી.

સારોલી પોલીસ મથકની ટીમ પીઆઈ વેકરિયાના માર્ગદર્શન હેઠળ નિયોલ ચેકપોસ્ટ પાસે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમીના આધારે પગપાળા નકલી નોટો ભરેલી બેગ લઈને જતા ૩ યુવકોને આબાદ પકડી પાડયા હતા. પોલીસે દત્તાત્રેય શિવાજી રોકડે, ગુલશન અજીત ગૂગલે, રાહુલ બોનુ વિશ્વકર્માને પકડી પાડ્યા છે. આ તમામ આરોપીઓ મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી મળેલી બેગની તલાશી લેતા ૫૦૦ અને ૨૦૦ની નોટના ઢગલાબંધ બંડલો જોઇ પોલીસ અવાક્ બની ગઈ હતી. પોલીસે તપાસ કરતા દરેક બંડલમાં પહેલી અને છેલ્લી નોટ અસલી હતી અને વચ્ચે તમામ નોટ નકલી એટલે કે બચ્ચો કા ખાતા, ચિલ્ડ્રન બેંક લખેલી નોટો હતી.

પોલીસે ૫૦૦ની દરના ૧૦૦૦ નોટોના ૪૩ બંડલોમાં ૪૩ હજાર નોટો પૈકી ૮૬ નોટ સાચી અને બાકીની ૪૨૯૧૪ નોટો નકલી હતી. આ જ રીતે ૨૦૦ ની દરના નોટોના કુલ્લે ૨૧ બંડલમાં ૨૧ હજાર નોટો પૈકી ૪૨ સાચી જ્યારે ૨૦૯૫૮ નકલી નોટો હતી. સારોલી પોલીસે ૨.૫૬ કરોડની નકલી નોટો, ૫૧,૪૦૦ની અસલી નોટ, ૩ મોબાઇલ મળી કુલ્લે રૂા.૧.૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે રૂા.૨,૫૬,૪૮,૦૦૦ની નકલી નોટ પણ કબ્જે લેવાઈ હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના અહમદનગરમાં રહેતો રાહુલ મહાદેવ કાલે સપ્તાહ પહેલાં ત્રણેય આરોપીઓનો સંપર્ક કર્યો હતો. ગત તા.૧૩મીએ રાત્રે રાહુલ કાલે મુંબઇના વિલેપાર્લે બસ સ્ટેશન ખાતે નકલી નોટો ભરેલી બેગો આપી ગયો હતો. જે બેગો સુરતમાં રેલવે સ્ટેશનની હોટલમાં રોકાયેલા રાહુલ કાલેને જ પહોંચાડવાની હતી. જોકે, નિયોલથી પગપાળા જતી વેળા જ પોલીસે તેઓને દબોચી લીધા હતા અને રાહુલને ગંધ આવી જતા ભાગી છૂટ્યો હતો. મુખ્ય સૂત્રધાર મનાતા રાહુલ કાલેને વોન્ટેડ જાહેર કરાયો હતો. નકલી બંડલો સામે અસલી પડાવવાનો ઇરાદો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ સુરતમાં કાપડ માર્કેટો, બેંકો, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં જ્યાં મોટાપાયે રોકડ રકમની લેતી-દેતી થવાની હોય તે જગ્યાએ નકલી નોટ પધરાવવાની ફિરાકમાં હતા. ૫૦-૧૦૦ના અસલી બંડલો સામે ૨૦૦-૫૦૦ના નકલી બંડલો પધરાવવાનો બદઇરાદો હતો, જે પોલીસે નાકામયાબ કર્યો છે. 

ફેક કરન્સીના સૂત્રધાર રાહુલ કાલેએ સુરતમાં ફેક કરન્સી કરવાથી જે નફો થાય તે તમામ વચ્ચે સરખે હિસ્સે વહેંચવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત મુબઇથી સુરત ફેક કરન્સીની ડિલિવરી કરવા પેટે રાહુલે ત્રણેયને ૧૦ હજાર ચૂકવ્યા હતા. વધુમાં ગત દિવાળીના સમયમાં પણ આ જ પ્રકારનું ફેક કરન્સીનું રેકેટ પકડાયું હતુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news