Corona Update: રાજ્યમાં નવા 1197 કેસ, 17 મૃત્યુ, સંક્રમિતોની સંખ્યા 90 હજારને પાર
રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 72308 દર્દીઓ રિકવર થયા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 14884 છે.
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus)ના નવા 1197 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 17 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સારવાર બાદ વધુ 1047 દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 90 હજાર 139 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 2947 થઈ ગયો છે. રાજ્યમાં સારવાર બાદ અત્યાર સુધી 72308 દર્દીઓ રિકવર થયા છે. ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 14884 છે.
રાજ્યમાં કોરોનાથી વધુ 17 મૃત્યુ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 5 લોકોના મૃત્યુ થયા છે. તો રાજકોટ જિલ્લામાં 4, સુરત જિલ્લામાં 4, વડોદરા શહેરમાં 2 તથા દાહોદ અને ગીર સોમનાથમાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ મહામારી દરમિયાન રાજ્યમાં 2947 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
રાજ્યમાં નવા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 168, અમદાવાદ શહેરમાં 144, વડોદરા શહેરમાં 90, સુરત ગ્રામ્યમાં 85, જામનગર શહેરમાં 79, રાજકોટ શહેરમાં 77, અમરેલીમાં 34, વડોદરા ગ્રામ્યમાં 34, પંચમહાલમાં 31, ભરૂચમાં 29, ભાવનગર શહેરમાં 27, કચ્છમાં 24, બનાસકાંઠામાં 23, ગાંધીનગરમાં 23, રાજકોટ ગ્રામ્ય 22, મહેસાણા-પાટણ 21-21, ગાંધીનગર શહેર 20, અમદાવાદ ગ્રામ્ય 19, દાહોદ 19, ભાવનગર ગ્રામ્ય 18, મોરબી 17, ગીર સોમનાથ 16, જુનાગઢ 15 અને ખેડામાં 14 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યમાં અત્યાર સુધી 90 હજાર 139 કેસ સામે આવ્યા છે. જેમાંથી સારવાર બાદ 72 હજાર 308 દર્દીઓ સાજા થયા છે. હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 14884 છે. જેમાંથી 86 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો કોરોનાથી 2947 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 80.22 ટકા છે.
રાજ્યમાં 77 હજારથી વધુ ટેસ્ટ
ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 77 હજાર 949 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં દરરોજ પ્રતિ મીલીયનની વસ્તીએ 1199.21 ટેસ્ટ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના 19 લાખ 69 હજાર 724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,77,038 લોકો ક્વોરન્ટાઈન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે