અડધી રાત્રે લૂંટાયું Axis બેંકનું ATM, 11.50 લાખની ચોરીથી રાજકોટમાં ખળભળાટ
Trending Photos
સત્યમ હંસોરા/રાજકોટ :રાજકોટમાં એટીએમને લૂંટવાની ઘટના સામે આવી છે. એક્સિસ બેંકના એટીએમમાં પૂરા સાડા અગિયાર લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી છે. અંધારાનો લાભ લઈને એટીએમ તોડીને છૂ થઈ જનાર ચોરના આતંકને પગલે પોલીસ પણ દોડતી થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલ એક્સિસ બેંકનું એટીએમ લૂંટવામાં આવ્યું છે. અડધી રાત્રે બે શખ્સો નાગેશ્વર વિસ્તારમાં આવેલ એટીએમ સેન્ટરમાં ઘૂસ્યા હતા. જેના બાદ તેમણે ATMને કટર વડે તોડ્યું હતું. ATM તોડી લૂંટારુઓએ ૧૧,૫૫,૧૦૦ રૂપિયાની લૂંટ કરી હતી. હાલ પોલીસ દ્વારા આ અંગેની તપાસ હાથ ધરાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા હવે લૂંટારુઓ, ચોર ટોળકી બેફોખ બની રહી છે. દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારો પોલીસની પકડથી દૂર છે, જેને કારણે જાણે તેઓને ગુનો આચરવામાં છુટ્ટો દોર મળતો હોય તેવુ ભાસી રહ્યું છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે