બાહુબલી પ્રભાસ સાથેના સંબંધને લઇને ભડકી દિગ્ગજ નેતાની બહેન
બાહુબલી ફેઇમ પ્રભાસ સાથેના સંબંધને લઇને દિગ્ગજ નેતાની બહેને પોલીસ ફરિયાદ નોંધાવી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર શર્મિલાની ફરિયાદ પર હવે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ સેલે આ મામલે તપાસ હાથ ધરી છે.
Trending Photos
નવી દિલ્હી : વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વાઇએસ જગન મોહન રેડ્ડીની બહેન વાઇએસ શર્મિલાએ સોમવારે હૈદરાબાદ પોલીસ કમિશ્નરને સોશિયલ મીડિયા પર તેણીને બદનામ કરનારાઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે અરજી કરી છે. શર્મિલા વાઇએસઆર કોંગ્રેસની નેતા છે. શર્મિલાએ પોતાની વિરૂધ્ધ આપત્તિજનક સામગ્રી પોસ્ટ કરનારાઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કમિશ્નર અંજની કુમાર સાથે મુલાકાત પણ કરી હતી.
સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ
મીડિયા રિપોર્ટસ અનુસાર શર્મિલાની ફરિયાદ મામલે હવે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ સેલે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. સોમારે સાઇબર સેલના એડિશનલ કમિશ્નર કેસીએસ રઘુવીરે જણાવ્યું કે, આ મામલામાં આઇટી એક્ટની કલમ અનુસાર કેસ દાખલ કરવામાં આવ્યો છે. સાથોસાથ યૂટ્યૂબ અને સોશિયલ મીડિયામાં શેયર કરાયેલ કન્ટેટની તપાસ કરવામાં આવી રહી છએ. જે જે લોકોએ આને અપલોડ કર્યું છે એમની પણ તપાસ કરવામાં આવશે.
બદનામ કરવાનો પ્રયાસ
શર્મિલા સાથે એના પતિ અનિલ કુમાર પણ હતા. શર્મિલાએ લોકપ્રિય તેલુગૂ ફિલ્મ અભિનેતા બાહુબલી ફેઇમ પ્રભાસ સાથે એમનું નામ જોડી સોશિયલ મીડિયામાં ભ્રામિક વાતો શેયર કરવાની એમણે ટીકા કરી હતા. તેમણે પત્રકારોને જણાવ્યું કે, લોકસભા ચૂંટણી પહેલા રાજકીય ફાયદો ઉઠાવવા માટે એમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાઇએસ રાજશેખર રેડ્ડીની પુત્રી શર્મિલાનું માનવું છે કે આ ખોટા પ્રચાર પાછળ તેલુગૂ દેશમ પાર્ટી (ટીડીપી)નો હાથ છે.
પ્રભાસને જાણતી નથી...
શર્મિલાએ કહ્યું કે, આ પ્રકારની ખોટી વાતો 2014 ચૂંટણી પહેલા પણ ઉઠી હતી અને આ વખતે પણ ચૂંટણી આવતાની સાથે જ આ વાતો ફરી શરૂ કરવામાં આવી છે. મેં ચરિત્રહનન કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મારૂ માનવું છે કે આવી અફવા ફેલાવવા પાછળ ટીડીપીનો હાથ છે. તેમણે એ પણ કહ્યું કે, તે પ્રભાસને નથી જાણતી અને એમની પ્રભાસ સાથે ક્યારેય પણ વાતચીત પણ થઇ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે