આવી ગયો 'BHARAT'નો પ્રથમ VIDEO, 5 અલગ અવતારમાં જોવા મળ્યો સલમાન ખાન

ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માઈ ફાધર'ની હિન્દી રીમેક છે. ફિલ્મ 'ઓડ ટૂ માઈ ફાધર'માં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકની નજરથી મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે. 

આવી ગયો 'BHARAT'નો પ્રથમ VIDEO, 5 અલગ અવતારમાં જોવા મળ્યો સલમાન ખાન

નવી દિલ્હીઃ બોલીવુડના 'દબંગ' સલમાન ખાન આ દિવસોમાં પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ભારત'ને લઈને ઘણો વ્યસ્ત છે. આ સાથે-સાથે તે 'દબંગ 3'ની શૂટિંગ પણ કરી રહ્યો છે. ફિલ્મ 'ભારત' આ વર્ષે ઈદ પર 5 જૂને રિલીઝ થવાની છે, પરંતુ આ પહેલા ફિલ્મનું મોશન પોસ્ટર 19 એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું હતું. ટીસિરીઝ દ્વારા યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યું આ મોશન પોસ્ટરને અત્યાર સુધી  327,060 વખત જોવામાં આવ્યું છે. આ મોશન પોસ્ટરમાં સલમાનના 5 અવતાર દેખાડવામાં આવ્યા છે. 

મોસન પોસ્ટરમાં વર્ષ 1964થી લઈને 2010 સુધી સલમાનને જવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની ભૂમિકામાં રજૂ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે ફિલ્મ 'ભારત' સાઉથ કોરિયન ફિલ્મ 'ઓડ ટૂ માઈ ફાધર'ની હિન્દી રીમેક છે. ફિલ્મ 'ઓડ ટૂ માઈ ફાધર'માં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકની નજરથી મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે. 

ફિલ્મ 'ભારત'માં પણ કંઇક આવું દેખાડવામાં આવશે, જેમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદીથી લઈને અત્યાર સુધીના સમયને મોડા પડદા પર દેખાડવામાં આવશે. ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર છે. ફિલ્મમમાં સલમાન ખાન સિવાય કેટરીના કેફ, દિશા પટની, તબ્બૂ, જેકી શ્રોફ અને સુનીલ ગ્રોવર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news