Chhava Trailer: છાવા ફિલ્મનું ટ્રેલર જોઈ રૂંવાડા ઊભા થઈ જશે, વિકી કૌશલની એક્ટિંગ જોઈ કહેશો વાહ... જુઓ ટ્રેલર
Chhava Trailer: વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ છાવાનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને આ ટ્રેલર જોઈ તમારા પણ હોશ ઊડી જશે.
Trending Photos
Chhava Trailer: વિકી કૌશલની ફિલ્મ છાવા આ વર્ષની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મોમાં વિકી કૌશલની સાથે રશ્મિકા મંદાના અને અક્ષય ખન્ના મુખ્ય ભૂમિકામાં જોવાશે. આ 3 કલાકારોના પાત્રોના લુક કેવા છે તે પહેલાથી જ શેર કરી દેવામાં આવ્યું છે અને આજે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
છાવા ફિલ્મના અલગ અલગ પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યા છે અને તેમાં વિકી કૌશલના લુકથી લોકો પ્રભાવિત થયા હતા. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના સંભાજી મહારાજની પત્નીના પાત્રમાં જોવા મળશે. સાથે જ અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં ક્રૂર શાસક તરીકે દેખાશે. છાવા ફિલ્મનું રુંવાડા ઊભું કરી દે તેવું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ટ્રેન્ડ કરવા લાગ્યું છે.
છાવા ફિલ્મોમાં વિકી કૌશલ છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા દીકરા છત્રપતિ શંભાજી મહારાજની ભૂમિકામાં છે. જ્યારે રશ્મિકા મંદાના સંભાજી મહારાજની પત્ની યેશુભાઈ ભોંસલેની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય ખન્નાની સાથે આશુતોષ રાણા અને દિવ્યા દત્તા પણ જોવા મળશે. જેની એક એક ઝલક ટ્રેલરમાં પણ જોવા મળે છે.
વિકી કૌશલની મોસ્ટ અવેટેડ ફિલ્મ છાવા 14 ફેબ્રુઆરી 2025 ના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર દમદાર છે અને તેના કારણે લોકોની આતુરતા પણ વધી ગઈ છે. આ ફિલ્મ લક્ષ્મણ ઉટેકરના નિર્દેશનમાં બની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે