તાપસી વકીલ અને રિશી કપૂર દેશભક્ત મુસ્લિમ, 'મુલ્ક'નું ટ્રેલર જોઈને ઉભા થઈ જશે રૂંવાડા

આ રોલ ભજવવા માટે તાપસીએ અમિતાભ બચ્ચનમાંથી પ્રેરણા લીધી છે

તાપસી વકીલ અને રિશી કપૂર દેશભક્ત મુસ્લિમ, 'મુલ્ક'નું ટ્રેલર જોઈને ઉભા થઈ જશે રૂંવાડા

મુ્ંબઈ : હાલમાં ફિલ્મ 'મુલ્ક'નું ટ્રેલર લોન્ચ કરવામાં આ્વ્યું છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ વકીલનો રોલ ભજવી રહી છે. હાલમાં તેણે એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર્યું છે કે આ રોલ ભજવવા માટે તેણે અમિતાભ બચ્ચનના 'પિંક'ના પાત્રમાંથી પ્રેરણા લીધી છે. 'પિંક' એક બેન્ચમાર્ક જેવો કોર્ટરૂમ ડ્રામા છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન્ વકીલના રોલમાં જોવા મળ્યા હતા. 

તાપસીએ 'મુલ્ક'માં દમદાર એક્ટિંગની સાથેસાથે એક ગીત કોરિયોગ્રાફ પણ કર્યું છે. તાપસીએ પોતાની કરિયરમાં પહેલીવાર ગીત કોરિયોગ્રાફ કર્યું છે. 

ઇસ્લામિક આતંકવાદ પર બનેલી આ ફિલ્મમાં આશુતોષ રાણા, રજત કપૂર, રિશી કપૂર તેમજ નીના ગુપ્તા જેવા કલાકારો કામ કરી રહ્યા છે. ઇસ્લામિક આતંકવાદ પર બનેલી આ ફિલ્મ વિશે તાપસી પન્નુએ કહ્યું છે કે આ મુદ્દો સરકારનો નથી પણ અમારો અને તમારો છે. મેં આ ફિલ્મના તમામ સંવાદ દિલથી બોલ્યા છે અને ઇચ્છીએ છીએ કે આ લાગણી લોકો સુધી પહોંચે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news