Taarak Mehta Ka Ooltah Chashmah માં એવું તે શું થયું? દર્શકો નારાજ, ટ્વિટર પર કાઢી હૈયાવરાળ

ટીવીના ચર્ચિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાય વર્ષોથી લોકોમાં ફેવરિટ બનેલો છે. આ શો છાશવારે ચર્ચામાં રહે છે. ટીવી શોની ટીઆરપી લિસ્ટમાં પણ અનેકવાર ટોપ 5માં જગ્યા બનાવી છે. પરંતુ હવે આ શોનો જાદુ જાણે ઓછો થઈ રહ્યો હોય તેવું લાગે છે. શોના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો સંભળાવવાની શરૂ કરી દીધી છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah માં એવું તે શું થયું? દર્શકો નારાજ, ટ્વિટર પર કાઢી હૈયાવરાળ

નવી દિલ્હી: ટીવીના ચર્ચિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા કેટલાય વર્ષોથી લોકોમાં ફેવરિટ બનેલો છે. આ શો છાશવારે ચર્ચામાં રહે છે. ટીવી શોની ટીઆરપી લિસ્ટમાં પણ અનેકવાર ટોપ 5માં જગ્યા બનાવી છે. પરંતુ હવે આ શોનો જાદુ જાણે ઓછો થઈ રહ્યો હોય તેવું લાગે છે. શોના દર્શકોએ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદો સંભળાવવાની શરૂ કરી દીધી છે. 

લોકોની ફરિયાદો
આ શોમાં હાલમાં જ કેટલાક બદલાવ થયા છે જેના કારણે સોશિયલ મીડિયા પર દર્શકો શોને લઈને ફરિયાદ કરતા જોવા મળ્યા. લોકોનું કહેવું છે કે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ક્વોલિટી પહેલા જેવી નથી રહી. લોકોએ સિરિયલના ડાઈરેક્ટરને ટેગ કરીને પોતાની ફરિયાદો પોસ્ટ કરી છે. જુઓ કેટલીક ટ્વીટ...

— Anirudh Garg (@garg_Nogarg) April 3, 2021

સૌથી નીચેના લેવલ પર
અહીં એક યૂઝરે લખ્યું કે શો કોમેડીના મામલે હવે પોતાના સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયો છે. કોઈ સ્ટેટમેન્ટ અને સીન વારંવાર રિપિટ કરવાની આદત જ્યારે કોઈ નવું ગ્રુપ જોઈન કરે છે...ખુબ જ ખરાબ રીત છે chewing gum બનાવવાની... quit?'... 

— Ashish (@iHeartThoarb) April 1, 2021

સેમ ટુ સેમ બધુ જોઈને  બોર થઈ ગયા
આ ઉપરાંત એક યૂઝરે લખ્યું છે કે આ શોના પાત્રોની જિંદગી સેમ ટુ સેમ જોઈને બોર થઈ ગયા છીએ. હવે તેમાં કેટલાક ફેરફાર જોવા માંગીએ છીએ. જેમ કે પોપટલાલના લગ્ન કે પછી તારક કે ઐય્યરના બાળકો. 

— Jignesh (@Jignesh68890582) April 3, 2021

તેમાં હાસ્ય નથી
એક ફેને તો એટલે સુધી લખી નાખ્યું કે આ શોનું નામ બદલી નાખવું જોઈએ. કારણ કે હવે તેમા હાસ્ય નથી. જે દિવગંત શ્રી તારક મહેતાજી પોતાની વાર્તાઓમાં વર્ણવતા હતા. સામાજિક જાગૃતતાના નામ પર અમે કોમેડી મિસ કરી રહ્યા છીએ. 

— Rishchievious (@rishit_hm) April 4, 2021

શું શોમાં થશે ફેરફાર?
હવે જોવાનું એ રહેશે કે દર્શકોની આ ફરિયાદોની મેકર્સ પર કેટલી અસર પડશે. શોમાં કેટલાક ફેરફાર થશે કે નહીં. એ તો સમય જ જણાવશે. પરંતુ એ નક્કી છે કે આ સોને લોકો એટલી હદે પોતાનો માને છે કે તે જરાય બોર ફિલ કરાવે તો પરેશાન થઈ જાય છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news