Sushant Suicide Case: કૂપર હોસ્પિટલના ડોક્ટરોને આ 10 પ્રશ્નો પૂછી શકે છે CBI

આ મુદ્દે મુંબઇ પોલીસ સુસાઇડવાળા દિવસે એટલે કે 14 જૂનથી જ તપાસમાં લાગી ગઇ હતી. પછી બિહાર પોલીસે પણ આ કેસની તપાસ કરી, પરંતુ હવે આ કેસ સીબીઆઇ પાસે છે.

Sushant Suicide Case: કૂપર હોસ્પિટલના ડોક્ટરોને આ 10 પ્રશ્નો પૂછી શકે છે CBI

મુંબઇ: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના સુસાઇડને 2 મહિનાથી ઉપર થઇ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી એ સ્પષ્ત થઇ શક્યું નથી કે સુશાંતે આખરે આત્મહત્યા કેમ કરી? આ મુદ્દે મુંબઇ પોલીસ સુસાઇડવાળા દિવસે એટલે કે 14 જૂનથી જ તપાસમાં લાગી ગઇ હતી. પછી બિહાર પોલીસે પણ આ કેસની તપાસ કરી, પરંતુ હવે આ કેસ સીબીઆઇ પાસે છે. સીબીઆઇએ શુક્રવારે સુશાંત સુસાઇડ કેસની તપાસ પણ શરૂ કરી દીધી છે. 

શુક્રવારે સીબીઆઇએ સુશાંતના કુક નીરજ પાસે લગભગ 12 કલાક સુધી પૂછપરછ કરી. તો સમાચાર છે કે સીબીઆઇની ટીમ હવે કેટલાક ડોક્ટરોને પૂછપરછ કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સીબીઆઇની ટીમે કૂપર હોસ્પિટલના ડોક્ટરો સાથે પૂછપરછ માટે પ્રશ્નોની એક યાદી તૈયાર કરી છે, જેમાં આ પ્રશ્ન મુખ્યરૂપે સામેલ છે.

1. સુશાંતના પોસ્ટમોર્ટમ પર તમારું અંતિમ નિષ્કર્ષ શું ચેહ અને તેનો આધાર શું છે?
2. શું સુશાંતના શરીર પર ક્યાંય પણ, ખાસકરીને આંખ, ગાલ, હોઠ, ગળા અને પગ પર કોઇ ઇજાના નિશાન હતા?
3. શું તમે હજુ પણ આદવા પર અડગ છો કે આ એક આત્મહત્યાનો જ કેસ છે?
4. શું પોસ્ટમોર્ટમની વીડિયોગ્રાફી કરવામાં આવી? 
5. સુશાંતની લાશ કૂપર હોસ્પિટલમાં કેટલા વાગે લાવવામાં આવી?
6. હોસ્પિટલ પહોંચતાં લાશને ક્યાં અને કોની દેખરેખમાં રાખવામાં આવી?
7. લાશ જ્યાં રાખી હતી, શું તે જગ્યા સીસીટીવી કવર્ડ છે?
8. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા મોડી રાત્રે કેમ શરૂ કરવામાં આવી?
9. કોવિડ ટેસ્ટ રિપોર્ટ આવવાની રાહ જોયા વિના લાશને પોસ્ટમોર્ટમ કરવાની ઉતાવળ કેમ કરી?
10. લાશને આખરે પરિવારે ક્યારે અને કોની પરવાનગી બાદ સોંપવામાં આવી?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news